Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

૧૩૦૦ કરોડનુ ડ્રગ્સ પકડાયુઃ ૧૦૦ કરોડ રૂપિયાનુ ભારતનુ છેઃ ભારતીયો સહિત ૯ની ધરપકડ

નવી દિલ્હી, તા.૧૪: ભારતના કેન્દ્રીય નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યૂરોએ ૧૩૦૦ કરોડ રૂપિયાના હેરોઇનને લગતા એક આંતરરાષ્ટ્રીય ડ્રગ કૌભાંડની વિગતો જાહેર કરી હતી જેમાં ૧૦૦ કરોડનું હેરોઇન ભારતમાં અને ૧૨૦૦ કરોડનું ઓસ્ટ્રેલિયામાં પકડાયું હતું.આ પાર્સલ સંબંધે નવ ભારતીયોની ધરપકડ પણ થઇ હતી. નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યૂરો અને અન્ય સિકયોરિટી દળોના સહિયારા પ્રયાસોથી આ કૌભાંડ પકડાયું હતું.નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યૂરોના એક પ્રવકતાએ કહ્યુંહતું કે આ કૌભાંંડના તાર ભારતનાં નવી દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર અને ઉત્ત્।રાખંડ ઉપરાંત કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, શ્રીલંકા અને કોલબિયા સુધી લંબાયેલા છે. હાલ એની વિગતવાર તપાસ ચાલી રહી હોવાથી વધુ માહિતી જાહેર કરી શકાય એમ નથી.ધરપકડ કરાયેલા નવ જણમાં પાંચ ભારતીય, એક અમેરિકી, બે નાઇજિરિયન અને એક ઇન્ડોનેશિયન નાગરિકનો સમાવેશ થાય છે.

(3:56 pm IST)