Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

પ્લાસ્ટિકને કારણે મૃત્યુ પામેલા દરિયાઇ જીવો માટે ખાસ કબ્રસ્તાન બન્યું કેરળમાં

આપણે બેફામ પ્લાસ્ટિક વાપરીએ છીએ જે સમુદ્રમાં જઇને ખડકાય છે અને એનો ભોગ બને છે સમુદ્રના માસુમ જીવો. રોજબરોજ દરિયાકિનારે ઘસડાઇ આવતાં મૃત્યુ દરિયાઇ જીવોના પેટમાંથી પ્લાસ્ટિકના ઢગલા નીકળે છે ત્યારે પ્લાસ્ટિક ઓછું વાપરવા અને સમુદ્રી જીવને શ્રદ્ધાંજલિ આપવાના બેવડા સંદેશ સાથે કેરળના કોઝિકોડ શહેરમાં ખાસ કબ્રસ્તાન બનાવવામાં આવ્યું છે. સમુદ્રી જીવો માટેના આ કબ્રસ્તાનના નિર્માણ પાછળ લોકોને પ્લાસ્ટિકના પ્રદુષણ બાબતે જાગૃત કરવાનો મુખ્ય હેતુ છે. એ ઉપરાંત માનવજાતિની ભુલોને કારણે સમુદ્રમાં વસતા અનેક જીવોની પ્રજાતિઓ લુપ્ત થઇ રહી છે અને શ્રદ્ધાંજલિ આપવા માટે પણ આ કબ્રસ્તાન છે.

(3:27 pm IST)