Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

એમવેએ ન્યુટ્રીલાઇટ હર્બ્સ રેન્જ વધુ મજબુત બનાવી

ફરહાન અખ્તરના હસ્તે નવી પ્રોડકટનું લોન્ચીંગ : મધુનાશિની,શુંતી અને ત્વાક, વસાકા,મુલેથી, સુરસાનું લોન્ચીંગ

નવી દિલ્હી તા.૧૪: ભારતની અગ્રણી પ્રત્યક્ષ વેચાણ FMCG કંપનીઓ માંથી એક એમવે ઇન્ડિયા દ્વારા આજે ન્યુટ્રીલાઇટ મધુનાશિની, શુંતી અને ત્વાક, ન્યુટ્રીલાઇટ વસાકા,મુલેથી અને સુરસા લોન્ચ કરીને તેના લોકપ્રિય ન્યુટ્રીલાઇટ પરંપરાગત હર્બ્સની રેન્જ મજબૂત બનાવવામાં આવી છે. નવા ઉત્પાદન સંશોધનો બોલિવૂડના અગ્રણી કલાકર અને ફિલમસર્જક ફરહાન અખ્તર દ્વારા આજે એક કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. પોતાની શારિરીક તંદુરસ્તી અને યુવા અપીલ માટે જાણીતા, ફરહાન અખ્તર વિટામીન અને ડાયેટરી સપ્લીમેન્ટસની દુનિયાની નબર ૧ બ્રાન્ડ ન્યૂટ્રીલાઇટના બ્રાન્ડ એમ્બેસડર છે જે પૂરકતત્વો માટે વનસ્પતિ આધારિત અભિગમમાં ૮૦ વર્ષથી વધુ સમયનો વારસો ધરાવે છે.

લોન્ચિંગની જાહેરાત કરતી વખતે, એમવે ઇન્ડિયાના સીઇઓ અંશુ બુધ્રાજાએ જણાવ્યું હતું કે, ''એમવે ખાતે અમે પ્રબળપણે માનીએ છીએ કે ખાદ્ય પૂરકો સાથે સ્માર્ટ સ્વાસ્થ્ય સંભાળની મદદથી માણસના જીવનને અજોડ મૂલ્ય મળે છે. વિટામીન અને ડાયેટરી સપ્લીમેન્ટસના બજારમાં ન્યુટ્રીલાઇટ સમગ્ર દુનિયા અને ભારતમાં અગ્રણી છે. એમવે ઇન્ડિયા માટે પાયાના વ્યવસાયની શ્રેણી રૂપે, ન્યુટ્રીલાઇટ કંપનીની કુલ વ્યાવસાયિક આવકમાં ૫૦ ટકાનો હિસ્સો ધરાવે છે અને રૂપિયા ૧,૦૦૦ કરોડથી વધુ યોગદાન છે. અમારા સફળ અને ટકાઉક્ષમ વિકાસના માર્ગ તેમજ આ શ્રેણીમાં રહેલી સંભાવનાઓના કારણે અમે વર્ષ ૨૦૨૫ સુધીમાં ન્યુટ્રીશન શ્રેણીમાં વિવિધ સંબંધિત સંશોધનો દ્વારા વ્યવસાયનું કદ બમણું કરવાનું લક્ષય ધરાવીએ છીએ. ન્યુટ્રીલાઇટ પરંપરાગત હર્બ્સ (NTH)ની રેન્જ એવું સંશોધન છે જેણે તેના લોન ચિંગથી અત્યાર સુધીમાં અદભુત સફળતા મેળવી છે અને અમે આ પોર્ટફોલિયોમાં વધુ સંબંધિત ઉત્પાદનો ઉમેરીને તેને વધુ મજબુત બનાવી રહ્યાં છીએ''

(3:26 pm IST)