Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

IIT પ્લેસમેન્ટઃ ઇન્ટરનેશનલ ઓફર ૪૦૦ ટકા સુધી વધી

અમેરિકા, સિંગાપોર અને જાપાન તરફથી વિદ્યાર્થીઓને જોબ માટે શાનદાર ઓફર

નવી દિલ્હી તા.૧૪: હાલ તમામ આઇઆઇટીમાં પ્લેસમેન્ટ ચાલી રહ્યું છે. દેશ અને વિદેશની કંપનીઓ આઇઆઇટીના વિદ્યાર્થીઓને શાનદાર જોબની ઓફર કરી રહી છે. રિપોર્ટ અનુસાર આ વખતે આઇઆઇટીના વિદ્યાર્થીઓને ગત સાલની તુલનાએ વધુ સારી ગ્લોબલ ઓફર મળી છે. આઇઆઇટી પ્લેસમેન્ટ પર આર્થિક સુસ્તીની કોઇ અસર જોવા મળતી નથી અને ઇન્ટરનેશનલ ઓફરમાં ૪૦૦ ટકાનો વધારો થયો છે. ગ્લોબલ ઓફર્સમાં આઇઆઇટી મદ્રાસ અને હૈદરાબાદમાં ૬૦ ટકા વધારો થયો છે, જયારે આઇઆઇટી કાનપુર, ખડગપુર, વારાણસી અને ગુવાહાટીમાં ગ્લોબલ ઓફર્સમાં ૧૦૦ થી ૪૦૦ ટકા સુધીનો વધારો થયો છે. આ વર્ષે વિદ્યાર્થીઓને સૌથી વધુ જોબ અમેરિકા, સિંગાપોર અને જાપાન દ્વારા કરવામાં આવી રહી છે. આઇઆઇટી ખડગપુરની વાત કરીએ તો ગઇ સાલ ૨૬ ઇન્ટરનેશનલ ઓફર મળી હતી, જેની સામે આ વર્ષે ૫૧ ઇન્ટરનેશનલ ઓફર મળી છે. કાનપુરમાં પણ ગઇસાલની ૧૦ ઓફર સામે આ વખતે રર ઓફર મળી છે.

(3:25 pm IST)