Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

આસામ થી દિલ્હી સુધી પહોંચી નાગરિકતા સુધારણા બિલના વિરોધની આગ

જામિયામાં આંદોલન, મુસ્લિમ સંગઠન પણ રસ્તાઓ પર ઉતરી આવ્યા

નવી દિલ્હી, તા.૧૪: નાગરિકતા સુધારણા બિલનો વિરોધ હવે પૂર્વોત્ત્।રથી આગળ વધતા વધતા દિલ્હી અને અન્ય શહેરો સુધી પહોંચી ગયો છે. પશ્યિમ ઉત્ત્।ર પ્રદેશ, કેરળ અને બંગાળ સુધી લોકો આ કાયદાનો વિરોધ પ્રદર્શન કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. કેન્દ્ર સરકાર હજી સુધી આ મામલા પર લોકોને સમજાવવા સફળ નથી રહી શકી. આસામમાં ઓલ આસામ સ્ટૂડનન્ટ્સ યૂનિયને આંદોલનને વધુ હવા આપીને તેને વધુ ઉગ્ર બનાવી દીધું છે. બીજી તરફ ગુવાહાટીમાં કરફયૂમાં ઢીલ આપવામાં આવી છે. શનિવારે સવારે નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી કરફયૂમાં ઢીલ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યૂનિવર્સિટી અને જામિયા નગરમાં પણ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. જયારે પોલીસે દેખાવકારોને બેરિકેડિંગ લગાવીને રોકવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે આ આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. યૂનિવર્સિટી પરિસરમાં મોટી સંખ્યામાં લોકો માર્ચ લઈને એકઠા થયા હતા.

જમા થયેલી ભીડને દૂર કરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ હિંસામાં ૧૨ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે પ્રદર્શન કરી રહેલા ૪૨ વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોની ધરપકડ કરી લીધી હતી પરંતુ થોડા સમય પછી તેમને છોડી પણ દીધા હતા. જંતર મંતર પર પણ જમીયત-ઉલેમા-એ-હિંદના નેતૃત્વમાં મુસ્લિમ સંગઠનોએ પણ વિરોધ પ્રદર્શન કર્યું છે. જોકે આ વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રહ્યું હતું.

(3:23 pm IST)