Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

આજે દેશ ઉપર ખતરોઃ અવાજ ઉઠાવવાનો સમય

વિભાજનકારી તત્વોથી દેશ ખતરામાં છેઃ ઉન્નાવ,અર્થતંત્ર, ખેડૂત સહિતના મામલે પ્રહારો : 'મોદી હૈ તો નોકરીઓ છીન્ના મહંગાઇ બઢના મુમકિન હૈ' : પ્રિયંકા ગાંધી

નવી દિલ્હી,તા.૧૪:રામલીલા મેદાનમાં કોંગ્રેસે મોદી સરકાર વિરુદ્ઘ ભારત બચાવો રેલી કરી હતી. તેમાં કોંગ્રેસના હાલના અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને ડો. મનમોહન સિંહ સહિત દ્યણાં સીનિયર નેતાઓ સામેલ થયા હતા. રેલીમાં દેશની નબળી થતી અર્થવ્યવસ્થા, વધતી બેરોજગારી જેવા મુદ્દા મુખ્ય રહ્યા હતા. પ્રિયંકા ગાંધીએ અહીં સંબોધન દરમિયાન કહ્યું હતું કે, ભાજપ છે તો દેશમાં બેરોજગારી, મોંદ્યી ડુંગળી અને ૪ કરોડ નોકરીઓનું નષ્ટ થવું શકય છે.

દિલ્હીના રામલીલા મેદાનમાં મોદી સરકારની વિરૃદ્ઘ આયોજીત કોંગ્રેસની ભારત બચાવો રેલીમાં પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાધીએ પ્રજાને દેશનો મતલબ સમજાવ્યો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ દેશ પ્રેમ અને અહિંસાનો દેશ છે. આ દેશ સચ્ચાઇ અને અચ્છાઇનું સપનું છે. આ દેશ લોકતંત્રને શકિત આપનાર છે. આપણે આ દેશને બચાવાનો છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ દેશ એક આંદોલનથી ઉભર્યો છે. ભાજપના ૬ વર્ષના રાઝ બાદ જીડીપી પાતાળમાં છે. નાના વેપારી નાખુશ છે. ભાજપ છે તો ૪ કરોડ નોકરીઓ ખત્મ છે. તેમ છતાંય દરેક બસ સ્ટોપ પર દરેક અખબારમાં દેખાય છે મોદી હૈ તો મુમકિન હે. હકીકત શું છે 'BJP છે તો રૃ.૧૦૦ કિલોની ડુંગળી છે. બીજેપી હૈ તો ૪૫ સાલ મેં સબસે જયાદા બેરોજગારી મુમકિન હૈ. બીજેપી હૈ તો ૪ કરોડ નોકરીઓ નષ્ટ થવી મુમકિન છે. ૧૫૦૦૦ ખેડૂતોની આત્મહત્યા મુમકિન છે. ભાજપ છે તો કાયદો દેશની વિરૃદ્ઘ છે મુમિકન છે. ભાજપ છે તો આપણા પીએસયુ વેચાવાનું મુમકિન છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એવું પણ કહ્યું કે, ન્યાયની લડાઈ લડવા સિવાય બીજી કોઈ મોટી દેશ ભકિત નથી. આજે જે સ્થિતિમાંથી આપણો દેશ પસાર થઈ રહ્યો છે ત્યાં દરેક તરફ અન્યાય જ છે. ગરીબોને વધારે મુશ્કેલીમાં મુકવામાં આવી રહ્યા છે અને ઉદ્યોગપતિઓના દેવા માફ કરવામાં આવી રહ્યા છે. એવા કાયદા બનાવવામાં આવી રહ્યા છે કે જેના કારણે લાખો લોકોને બંધકોની જેમ રહેવું પડે છે. આજની લડાઈમાં જે નહીં સામેલ થાય તે કાયર કહેવાશે. ભારતની રખેવાડી કરવી, સ્વતંત્રતા, સ્વાભિમાન અને સ્વાધીનતાનો હક રાખવો આપણા દરેકની જવાબદારી છે. તમારા બધાની જવાબદારી છે. કોંગ્રેસના મારા કાર્યકર્તા ભાઈ-બહેનોની છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રેલીમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, ભૂતપુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, ભૂતપુર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહ સહિત પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓ આ રેલીમાં ભાગ લેશે. પક્ષના વરિષ્ઠ નેતાઓ સરકારની આર્થિક નીતિઓ પર નિશાન સાંધશે. રેલીનું ફોકસ મોદી સરકારની નીતિઓની આકરી ટીકા કરવાનું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રેલી માટે કોંગ્રેસનું સૂત્ર 'મોદી  હૈ તો મંદી હે' હશે.

 

(3:07 pm IST)