Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

મરી જાઇશ પણ માફી નહિ માંગુઃ મારૃ નામ રાહુલ ગાંધી છે, રાહુલ સાવરકર નહિ

પહેલા દેશમાં અર્થવ્યવસ્થા હતી એ ખતમ થઇ ગઇ છે : મોદી- શાહે માફી માંગવી જોઇએઃ ૨.૫ ટકા જ જીડીપી છેઃ ૫ વર્ષમાં અદાણીને ૫૦ કોન્ટ્રાકટ અપાયા

નવી દિલ્હી,તા.૧૪: આર્થીક મંદી, બેરોજગારી મહિલા સુરક્ષા અને ખેડૂતોના મુદ્દા પર મોદી સરકારને ઘેરતા માટે દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસ ભારત 'ભારત બચાવ' રેલી કરી રહી છે. તેમાં રાહુલ ગાંધીએ મોદી સરકારને આડે હાથ લીધી હતી.રાહુલ ગાંધીએ મંચના તમામ ટોચના નેતાઓ અને કાર્યકર્તાઓનું અભિવાદન કર્યું. રાહુલ ગાંધીએ આ રેલી માટે મુકુલ વાસનિકનો આભાર વ્યકત કર્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે ગઇકાલે ભાજપના લોકો મને માફી માંગવાનું કહી રહ્યા હતા. ભાઇઓ-બહેનો મારું નામ રાહુલ સાવરકર નથી, મારું નામ રાહુલ ગાંધી છે. મરી જઇશ પણ માફી નહી માંગું.

રાહુલ ગાંધીએ આ રેલીમાં મંચ પર ભાષણ કરતાં નરેન્દ્ર મોદીને નિશાને લીધા હતા અને તેમના પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ પોતાના રેપ ઇન ઇન્ડિયાના નિવેદન મામલે કહ્યું હતું કે તેઓ માફી માગવાના નથી. તેમણે કહ્યું, 'મારું નામ રાહુલ સાવરકર નથી, મારું નામ રાહુલ ગાંધી છે, મરી જઈશ પરંતુ માફી નહીં માગું. કોગ્રેસવાળા કયારેય કોઈથી ડરતા નથી.'

રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતાં કહ્યું, 'હિંદુસ્તાનના દુશ્મનો ઇચ્છતા હતા કે હિંદુસ્તાનની અર્થવ્યવસ્થા નષ્ટ થઈ જાય. જે દુશ્મનોએ ના કર્યું તે આપણા વડા પ્રધાને કરી બતાવ્યું તેમ છતાં તેઓ પોતાને દેશભકત કહે છે.'

'તેમણે તમામ રૃપિયા દેશના બે-ત્રણ ઉદ્યોગપતિઓને આપી દીધા છે. આ દેશમાં દ્યણા ઇમાનદાર ઉદ્યોગપતિઓ છે. આ દેશને ખેડૂત બનાવે છે, નાના દુકાનદારો બનાવે છે તો ઇમાનદાર ઉદ્યોગપતિઓ પણ બનાવે છે.'

'છેલ્લાં પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદીએ અદાણીને ૫૦ કોન્ટ્રાકટ આપ્યા છે. એક લાખ કરોડ રૃપિયાથી પણ વધારે. દેશના એરપોર્ટ આપી દીધા, કોન્ટ્રાકટ વિના આપી દીધા. કેમ આપ્યા. આને તમે શું કહેશો. આને તમે ચોરી નહીં કહો, ભ્રષ્ટાચાર નહીં કહો તો શું કહેશો.'

તેમણે કહ્યું, 'નરેન્દ્ર મોદીએ તમારા બધાના ખિસ્સામાંથી પૈસા છીનવી લીધા છે. મોબાઇલના ચાર્જ વધારી દીધા છે અને કેટલાક ઉદ્યોગપતિઓનું કરજ માફ કરી દે છે.'રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદીએ તમામ પૈસા છીનવીને પોતાના ત્રણ-ચાર ઉદ્યોગપતિ મિત્રોને આપી દીધા. દેશની અર્થવ્યવસ્થાને ભાંગી નાખી. તેમણે કહ્યું, 'ખેડૂતો, મજૂર અને યુવાનોના ખિસ્સામાં પૈસા નથી. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને સરકારને એ પણ ખબર નથી કે કેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી છે.'

'સત્ત્।ા માટે આપણા વડા પ્રધાન કંઈ પણ કરી દેશે. ટીવી પર નરેન્દ્ર મોદી દિવસભર જોવા મળે છે, એક જાહેરાતના લાખો રૃપિયા થાય છે. તો આ જાહેરાતના પૈસા કોણ આપે છે. આ જાહેરાતના પૈસા એ લોકો આપે છે, જેને મોદી તમારા પૈસા છીનવીને આપે છે.''આસામ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, કાશ્મીર જાઓ તો ખબર પડશે કે નરેન્દ્ર મોદીએ શું કાર કર્યું છે, આ પ્રદેશોને સળગતા કરી દીધા છે. ધર્મના નામે ભાગલા પાડી દીધા છે.'

(3:07 pm IST)