Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ગુગલ મેપ્સની સુવિધાનો કોઇ પાર નથી

નવી દિલ્હી : તમે કયારેય કોઈ એક જગ્યા કે અજાણ્યા સ્થળ પર ફસાયા છો? તો તમારા માટે ગૂગલ મેપ્સ જ એક માત્ર સુરક્ષિત અને શ્રેષ્ઠ વિકલ્પ હશે જે તમને તમારા સરનામા પર પહોંચાડી દેશે અને આની સાથે તે ટ્રાફિકની પણ માહિતી આપશે અને ટૂંકા રસ્તાઓની અને સાથે કેટલો સમય લાગશે એની પણ જાણકારી આપશે. પણ ગૂગલ મેપ્સની ઓછી એવી દ્યણી જાણીતી સુવિધાઓ છે જે તમને ખબર નહીં હોય.

આ ફિચરની મદદથી તમે નેવિગેશન એપની ચાલવાનો અનુભવ વધારી શકો છો.આ રહ્યા ગૂગલ મેપ્સના કૈટલાક જાણીતા ફીચર જે તમને ખબર નહીં હોય. ઈન્કોગ્નીટો મોડ જયારે અમે નથી ઇચ્છતા કે લોકો તમારા બ્રાઉઝિં હિસ્ટ્રીથી વાકેફ હોય તો તમારા માટે ઈંકોનગીટો મોડ ઓન હાજર છે જે તમારી ગૂગલ મેપ્સની સર્ચ હિસ્ટ્રીને પ્રાઇવેટ રાખી શકશે. આ ફિચરની મદદથી તમે ગૂગલ એકાઉન્ટમાં તમારી એકિટવિટીને સેવ ન કરી શકો. જયારે પણ તમે ઈંકોગ્નિટો મોડ ચાલુ કરશો ત્યારથી તમારી ગૂગલ એકિટવિટીમાં હિસ્ટ્રી સેવ નહીં થાય અને બધી માહિતી ગુમ રહશે.

 સ્ટ્રીટ લાઈટ ઉપલબ્ધતા  : સૂર્ય આથમ્યા બાદ દ્યણી જગ્યાઓ પર લાઈટો ન હોવાને કારણે ત્યાં મુસાફરી કરવી ભયાવહ છે, કોઈપણ ગંભીર દુર્ઘટનાઓ સર્જાઈ શકે છે.

 એપ ડેવલોપરના એક રિપોર્ટ મુજબ ગૂગલ થોડા સમયમાં જ લાઇટિંગ નામનું ફીચર એડ કરી રહ્યું છે જેમાં ગૂગલ મેપ્સ રસ્તાઓ પર જયાં લાઈટો હશે તેની માહિતી અને લાઈટો ન હોય એની પણ માહિતી આપશે. એક લાઈટ લેયર લઈને આવશે જેમાં રસ્તાઓ પર સારી એવી લાઇટ્સ હશે તો તેને પીળા કલરની બતાવશે અને લાઈટ્સ ઓછી હશે કે નહી હોય તો તેને અલગ કલરની બતાવશે જેનાથી યુઝર તે રસ્તાઓનો ઉપયોગને ટાળી શકે.

ટાઈમલાઈનઃ ગૂગલ મેપ્સના ટાઇમલાઈન ફિચરની મદદથી યુઝર પોતાની લોકેશન હિસ્ટ્રીમાં માહિતી જોઈ અને મેનેજ કરી શકે છે. યુઝર લોકેશન હિસ્ટ્રીને એડિટ અને ડીલીટ પણ કરી શકે છે.

સ્પીડોમીટરઃ ગૂગલ મેપ્સનું સ્પીડોમીટરનું ફિચર એક પ્રકારની તમારી કાર અને બાઈક જેવું હશે. આ ફીચર તમને તમારા બાઈક અને કારની વાસ્તવિક ગતિ બતાવશે. સ્પીડોમીટર તમને ખૂબ જ ઝડપી વાહન ચલાવી રહ્યા હોવાની માહિતી આપશે. વાહન જયારે વધારે ઝડપી હશે તો એપ્લિકેશનનું ઇન્ડિકેટર કલર બદલશે.

મેસેજ : ગૂગલ મેપ્સના મેસેજ કિંચરથી યુઝર સીધા બિઝનેસ એપ્લિકેશન પર તેમની સૂચિ દ્વારા વ્યવસાય સાથે સીધા વાતચીત કરી શકશો.

સ્થળની સૂચિ બનાવો  : ગુગલ મેપ્સના યુઝરો તેમના મનપસંદ સ્થળોની યાદી બનાવી શકશે. સૌ પ્રથમ ગૂગલ મેપ્સને તમારા મોબાઈલમાં ઓપન કરો અને હવે મેનુ બટન પર ટેપ કરો અને તમારી જગ્યા કે સ્થળ લખો અને ત્યારબાદ તેને સેવ કરો. ત્યારબાદ જમણી બાજુએ નીચે ટેપ કરી તમારી જગ્યા અને નામ એડ કરી સેવ કરો.  

(1:33 pm IST)