Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા - વરસાદની આગાહીના પગલે સ્કુલો - આંગણવાડી બંધ

ચારધામ - ટુરીસ્ટ પ્લેસોમાં હિમવર્ષાને લીધે ટુરીસ્ટોની સંખ્યામાં મોટો વધારો

દહેરાદૂન : ઉત્તરાખંડના ઉત્તરકાશી, દહેરાદૂન, પિથૌરાગઢ અને હરિદ્વાર જિલ્લામાં ભારે વરસાદ - હિમવર્ષાની આગાહીના પગલે તમામ આંગણવાડી - સરકારી - ખાનગી સ્કુલો આજે બંધ રહેશે. ગંગોત્રી - યમુનોત્રી હાઈ-વે અને ૧૦ તેને જોડતા રસ્તા બંધ થઈ ગયા છે.

ઉત્તરાખંડમાં ચાર ધામ ઉપરાંત મસૂરી - નૈનીતાલ - મુકતેશ્વર - ઔલી - ખૌડી - ઉત્તરકાશી - ટિહરી સહિત તમામ ટુરીસ્ટ સ્થળો ઉપર બરફવર્ષાને લીધે ટુરીસ્ટોની આવક ખૂબ વધવા લાગી છે. સાથોસાથ ખરાબ હવામાનને લીધે સ્થાનિકોની સ્થિતિ બગડી છે.

કુમાઉના અનેક જિલ્લામાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઇ છે. બાગેશ્વર, પિથોરાગઢ સહિત પહાડી જિલ્લાઓ સાથેના હિમાલયી શિખરો અને ગામડા બરફથી આચ્છાદિત થઈ ગયા છે. બદ્રીનાથ - કેદારનાથ બરફથી ઢંકાઈ ગયા છે. ટુરીસ્ટ નગરી મસૂરી સહિત ધનોલ્ટી - બુરાશંખણ્ડા - કદૂખાલ - સુરકંડા - કાણાતાણ - નાગટીબ્બામાં સીઝનની બીજી હિમવર્ષા થઈ છે. સડકો સાફ કરવા મશી લગાવ્યા છે.

ઉત્તરકાશીમાં પણ ભારે હિમવર્ષાને ૩૫ ગામડાના સંપર્ક તૂટયા છે. ગંગા - યમુના ઘાટીના ૫૫ ગામોમાં વિજળી ગૂલ છે.

ગંગોત્રી - યમુનોત્રી હાઈવે આજે ખુલી જવા સંભવ છે. હિમાચલમાં હજુ ૨૪ કલાક બરફવર્ષાની આગાહી છે.

(1:32 pm IST)