Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

CAB મામલે પૂર્વોત્તર રાજ્યમાં તણાવ વચ્ચે અમેરિકા-ફ્રાંસે જારી કરી ટ્રાવેલ એડવાઇઝરી

અમેરિકા અને ફ્રાંસે પોતાના દેશના નાગરિકોને આસામ ન જવાની સલાહ આપી

નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદાને લઇને પૂર્વોત્તર રાજ્યમાં વિરોધ પ્રદર્શન હિંસક જોવા મળી રહ્યું છે. પૂર્વોત્તરમાં ભારતમાં વિશેષ આસામ અને ત્રિપુરામાં નાગરિકતા સંશોધન કાયદાને લઇને વિરોધ પ્રદર્શન વધુ હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. 

  ભારતમાં નાગરિકાત કાયદાની વિરુદ્ધ હિંસક પ્રદર્શનને ધ્યાનમાં લેતા અમેરિકા અને ફ્રાંસે પોતાના નાગરિકો માટે એક એડવાઇઝરી જારી કરી છે. જેમાં પોતાના દેશના નાગરિકોને આસામ ન જવાની સલાહ આપવામાં આવી છે. જો કે હાલમાં આસામમાં શાંતિ અને ગુવાહાટીમાં લગાલેવા કર્ફ્યુમાં ઢીલ આપવામાં આવી છે.

  આ અગાઉ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ જણાવામાં આવ્યું હતું કે તેઓ ભારતના નાગરિકતા સંશોધન કાયદાના પ્રભાવની સમીક્ષા કરી રહ્યાં છે. મહાસચિવ અંતાનિયો ગુતેરેસના ઉપપ્રવક્તા ફરહાન હકે આ અંગેની જાણકારી આપી હતી.

  ઉપપ્રવક્તાએ જણાવ્યું હતું કે અમને આ વાતની જાણકારી છે ભારતીય સંસદના ઉપરના અને નિચેના સદનમાં નાગરિકતા સંશોધન બિલને મંજૂરી મળી ગઇ છે અને અમે આ સંબંધમાં સાર્વજનિક રીતે વ્યક્ત કરવામાં આવી રહેલી ચિંતાથી વાકેફ છીએ.

(11:47 am IST)