Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

રિઝર્વ બેંક ચાંપતી નજર રાખશે

NBFC - સહકારી બેંકો માટે બનશે કડક નિયમો

મુંબઇ તા.૧૪: ભારતીય રીઝર્વ બેંક હવે નોન બેકીંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી) અને સહકારી બેંકો માટે લીસ્ટેડ બેંકોની જેમજ કડક નિયમો બનાવવાની તૈયારી કરી રહી છે. આરબીઆઇની ગઇ કાલે થયેલી મીટીંગમાં આ અંગે વિચારણા થઇ હતી. અત્યારે આના વ્યાપમાં બેંકો આવે છે પણ હવે તેમાં એનબી એફસી અને સહકારી બેંકો પણ આવશે. તેના હેઠળ એનબીએફસી અને સહકારી બેંકો પર પણ લીસ્ટેડ બેંકોની જેમજ નીગરાણીની પહેલ કરવી પડશે. હાલમાં  એનબીએફસી અને સહકારી બેંકોના સંચાલન માટે અલગ નિયમન છે, જે બેંકો જેટલા સખત નથી. રીઝર્વ બેંકે નિરીક્ષણ વિભાગ નામથી એક નવા વિભાગની રચના કરી છે. જેની પાસે આરબીઆઇના નિયંત્રણ દાયરામાં આવનારા બધા એકમોની નિગરાણીની જવાબદારી રહેશે.

આરબીઆઇના વિનીયમનમાં આવનાર બધા એકમો માટે એક સરખા નિગરાણીના નિયમો લાગુ થશે અને તેના ઉલ્લંધન પર દંડ પણ એક સરખો જ લાગશે. દેશભરમાં ૯૮૦૦૦ થી વધારે સહકારી બેંકો અને ૧૦૦૦ થી વધારે એનબીએફસી છે. આમાંથી આરબીઆઇ મુખ્ય રૂપે ટોચની ૫૦ સહકારી બેંકો અને એનબીએફસી પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. આરબીઆઇના આંકડા મુજબ અધિસૂચિત શહેરી સહકારી બેંકોની સંખ્યા ફકત ૫૪ છે. રીઝર્વ બેંક પહેલાથી જ મહત્વપૂર્ણ ૫૦ મુખ્ય એનબીએફસી પર નજર રાખી જ રહી છે, જો આરબીઆઇ આ દિશામાં આગળ વધે અને નવા નિયમોના માળખાને ફરજીયાત બનાવે તો આ એકમોની દૈનિક આધાર પર તપાસ કરવી તેના માટે અધારી બનશે.

(11:44 am IST)