Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

દેશ મહામંદી ભણીઃ અર્થવ્યવસ્થાનું ICU તરફ પ્રયાણ

દેશના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનો ધડાકોઃ અર્થવ્યવસ્થા ઉપર ચાંપતી નજર રાખવાનો સમય આવી ગયો છે : હાલના અર્થતંત્રને 'ટવીન બેલેન્સ સીટ' સંકટની બીજી લહેરનો સામનો કરવો પડી રહ્યો છે કે જે 'મહાન મંદી'ના સ્વરૂપમાં છે

નવી દિલ્હી તા. ૧૪ :.. ભુતપુર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને કહયું છે કે ભારતીય અર્થ વ્યવસ્થા મોટી મંદી તરફ આગળ વધી રહી છે. તેમણે કહયું કે દેશની અર્થ વ્યવસ્થા આઇસીયુમાં જઇ રહી છે. તેમણે ટવીન બેલેન્સ શીટની સમસ્યા તરફ ધ્યાન દોરીને સરકારને મોટું નુકસાન ભોગવવાની ચેતવણી આપી છે. સુબ્રમણ્યને હાર્વડે યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટના એક ડ્રાફટ વર્કીંગ પેપરમાં કહયું છે કે હાલમાં ભારતીય અર્થ વ્યવસ્થા ને ટવીન બેલેંસ શીટ (ટીબીએસ) સંકટની બીજી લહેરનો સામનો કરવો પડી રહ્યો છે, જે મહાન મંદી સ્વરૂપે છે.

દેશના ભુતપુર્વ સીઇએ કહયું, 'સ્પષ્ટ રૂપથી આ એક સામાન્ય મંદી નથી. આ ભારતની મહામંદી છે અને અર્થ વ્યવસ્થાની ઉંંડી દેખરેખ રાખવાની જરૂરત આવી પડી છે.' સુબ્રમણ્યને ટીબીએસ સંકટ તરફ ધ્યાન દોર્યુ છે, જે મોદી સરકારમાં તેમના મુખ્ય આર્થિક સલાહકાર પદ પર રહીને ખાનગી કોર્પોરેટસ દ્વારા એન પીએના રૂપમાં વધી રહેલા કરજ સાથે જોડાયેલ છે.

આંતર રાષ્ટ્રીય મુદ્રા કોષની ભારતમાં આવેલ ઓફીસના ભુતપુર્વ ચીફ જોશફેલમેનની સાથે સહલેખક તરીકે લખેલા આર્ટીકલમાં સુબ્રમણ્યને પોતાના મુળ ટીબીએસ અને ટીબીએસ વચ્ચે અંતર રાખ્યું છે.

ટીબીએસ-૧ ર૦૦૪ થી ર૦૧૧ વચ્ચેની બેંક લોનનું છે જયારે રોકાણ ટોચ પર હતું અને બેંકોએ સ્ટીલ, વિજળી અને પાયાગત માળખા ક્ષેત્રની કંપનીઓને ઢગલાબંધ લોન અપાઇ હતી. જો કે ટીબીએસ-ર નોટબંધી પછીની આર્થિક ગતિવિધીઓની છે જેમાં એનબીએફસી અને રિયલ એસ્ટેટને પણ સામેલ કરાયા છે.

પેપરમાં કહેવાયું છે કે નોટબંધી પછી મોટા પ્રમાણમાં રોકડ બેંકમાં પહોંચી તેમાંથી મોટો હિસ્સો એનબીએફસીને અપાયો હતો. એનબીએફસીએ આ પૈસા રીયલ એસ્ટેટ સેકટરમાં લગાવ્યા. ર૦૧૭-૧૮ સુધી રિયલ એસ્ટેટની પ લાખ કરોડની બાકી લોનમાંથી અડધો હિસ્સા માટે એનબીએફસી જવાબદાર હતી.

(11:43 am IST)