Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

નાગરિકતા સંશોધન બિલ ગેરબંધારણીય : કાયદો સુપ્રીમકોર્ટમાં રદ્દ થઇ જશે: પી,ચિદમ્બરમનો દાવો

સરકાર નિષ્ફ્ળતા છુપાવવા જુના મુદ્દાઓ પર વાત કરવા લાગે છે

 

નવી દિલ્હી : કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદંબરમે CAB મુદ્દે એક ખાનગી ચેનલ સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે મોદી સરકારને કેટલાક મુદ્દે ઘેરી હતી

 પી ચિદંબરમે સવાલ કર્યો કે સરકારનું કહેવું છે કે નાગરિકતા કાયદાના નામે વિપક્ષ લોકોના મનમાં ડર ફેલાવી રહ્યું છે કે દેશ હિન્દુ રાષ્ટ્રની દિશામાં આગળ વધી રહ્યો છે. બિલ સમગ્ર રીતે બંધારણીય છે અને ખોટી રીતે મુસ્લિમ વિરોધી કહેવામાં આવી રહ્યું છે. સવાલ પર નાણામંત્રીએ કહ્યું કે કોણ કાયદાને બંધારણીય ગણાવી રહ્યા છે? છેલ્લા બે મહિનામાં કેન્દ્ર સરકારે જે પણ કાયદા બનાવ્યા છે તે કોર્ટમાં ફંસાયા છે. બિલમાં ઘણી વિસંગતતા છે. બિલ સમગ્ર રીતે ગેરબંધારણીય છે. એટલા માટે કાયદો પણ સુપ્રીમ કોર્ટમાં તૂટી જશે. માત્રે હું નથી કહી રહ્યો. સોલી સોરાબજી, રિટાયર્ડ જસ્ટિસ મદન બી લોકુર અને સંતોષ હેગડે પણ એવું કહી રહ્યા છે.

મોદી સરકાર પર પ્રહાર કરતા ચિદંબરમે કહ્યું કે કાયદો લાવવાની સલાહ કોણે આપી? સરકાર પર અસફળ રહેવાનો આરોપ લગાવતા ચિદંબરમે કહ્યું કે મોદી સરકાર જ્યારે પણ પોતાની નીતિઓમાં નિષ્ફળ દેખાવા લાગે છે તો તે જૂના મુદ્દાઓ પર વાત કરવા લાગે છે. બિલનું 'મજનૂ કા ટીલા' સાથે કોઇ લેવાદેવા નથી. કોણ પણ નિર્ણય ઉતાવળમાં લે. લોકો સાથે વાત કરો.

(12:00 am IST)