Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

દિલ્હી અને મધ્યપ્રદેશથી સિમીના બે સભ્યોને ATS એ દબોચી લીધા

મધ્યપ્રદેશના બુરહાનપુરથી અને બીજાની દિલ્હીના ઓખલાથી ધરપકડ

 

નવી દિલ્હી: દિલ્હી અને મધ્યપ્રદેશથી ATSએ પ્રતિબંધિત સિમી સંગઠનના બે સભ્યોની ધરપકડ કરી છે.એકની મધ્યપ્રદેશના બુરહાનપુરથી અને બીજાની દિલ્હીના ઓખલાથી ધરપકડ કરી છે.

 મહારાષ્ટ્ર પોલીસની ATS ગેરકાયદે ગતિવિધિઓમાં સંકળાયેલા મામલમાં 40 વર્ષના એક વ્યક્તિને મધ્યપ્રદેશથી ટ્રાંઝિટ રિમાંડ પર મુંબઈ લાવવામાં આવ્યા. મુંબઈ ATSને આ વ્યક્તિને છેલ્લા 13 વર્ષોથી શોધી રહી હતી.

 મધ્યપ્રદેશ ATSના એક અધિકારીએ કહ્યું કે, મુંબઈ ATS મધ્યપ્રદેશના બુરહાનપુરના જાકિર હુસૈન માર્ગમાં રહેતા અજીજ અકરમને ટ્રાંજિટ રિમાંડ પર મુંબઈ લઈ ગઈ, તે ગેરકાનુની ગતિવિધિઓને રોકવાના અધિનિયમ હેઠળ આરોપી છે અને આ મામલે તેના પર મુંબઈમાં કેસ નોંધાયેલો છે.

તેમણે કહ્યું કે, મુંબઈ ATSને બુરહાનપુરની એક કોર્ટ પાસે તેની ટ્રાંજિટ રિમાંડ મળી હતી. ઈન્દોર ATS અધિક્ષક રામજી શ્રીવાસ્તવે જણાવ્યું કે, અજીજ અકરમને 16 ડિસેમ્બરે મુંબઈ મેટ્રોપોલટન મેજિસ્ટ્રેટની સામે રજૂ કરવામાં આવશે. તેઓ મોહમ્મદ અકરમનો દિકરો છે અને પહેલા મુંબઈમાં રહેતો હતો. મધ્યપ્રદેશ પોલીસની ATSએ અજિજ અકરમની બુરહાનપુર શહેરના પાલા બજાર વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.

(12:31 am IST)