Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

જમ્મુ-કાશ્મીરમાં અઠવાડિયાથી ભારે હિમવર્ષા :બે દિવસથી અનેક વાહન ચાલકો ફસાયા

ટ્રાફિકમાં ફસાયેલા વાહનચાલકો માટે હેલ્પલાઇન શરુ :મુસાફરોને રહેવાની સુવિધા ઉભી કરાઈ

શ્રીનગર :જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાનાં કારણે અનેક વાહન ચાલોકો છેલ્લા બે દિવસથી ફસાયા છે. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં મોટી સંખ્યામાં વાહન ચાલકોની લાઈનો લાગી છે.

  ઉધમપુરના એસએસપી રઇસ ભાટના જણાવ્યા પ્રમાણે ઉધમપુરમાં ભારે હિમવર્ષા થઈ છે. અને ઉપરવાસના વિસ્તારમાં પણ હિમવર્ષા થઈ છે.

  ટ્રાફિકમાં ફસાયાલેયા વાહનો માટે હેલ્પ લાઈન શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિકમાં ફસાયેલા મુસાફરો માટે રહેવાની સુવિધા પણ કરી છે.જમ્મુ કાશ્મીરમાં છેલ્લા એક સપ્તાહથી હિમવર્ષા થઈ રહી છે. જેથી જનજીનવ પર અસર પડી છે. ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં હિમવર્ષાની આગાહી કરી છે.

(11:44 am IST)