Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

આ છે દેશની સૌથી શ્રીમંત મહિલાઓ

HCLની CEO અને કાર્યકરી નિર્દેશક રોશની નાડર લગભગ ૩૦૨ અબજની મિલકત સાથે બીજા ક્રમે છે

નવી દિલ્હી તા. ૧૪ : ગોદરેજ ગ્રુપની ત્રીજી પેઢીની વારસદાર સ્મિતા કૃષ્ણા દેશની સૌથી શ્રીમંત મહિલાઓની યાદીમાં આ વર્ષે ટોચ પર છે. કોટક વેલ્થ-હારૂન દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં દેશની સૌથી શ્રીમંત મહિલાઓ અને તેમની સંપત્તિની વિગતો જાહેર કરાઈ છે. ગોદરેજ ગ્રુપમાં કૃષ્ણાની ભાગીદારી ૨૦ ટકા છે અને તેમની કુલ સંપત્ત્િ। રૂ. ૩૫૭.૭ અબજ છે. HCLની સીઈઓ અને કાર્યકારી નિર્દેશક રોશની નાડર લગભગ રૂ.૩૦૨ અબજની સંપત્ત્િ। સાથે બીજા ક્રમે છે.

BCCLની ઈન્દુ જૈન અને કિરણ મજૂમદાર શો કોટક વેલ્થ હારૂનની વર્ષ ૨૦૧૮ની સૌથી શ્રીમંત મહિલાઓની યાદીમાં અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે. આ યાદીમાં ૧૦૦ મહિલાઓને સામેલ કરાઈ છે, જે ૧૦ અબજ કરતાં વધુની માલિક છે. જોકે, ફિલ્મ અને રમત-જગત સાથે જોડાયેલી મહિલાઓનો આ યાદીમાં સમાવેશ કરાયો નથી, કેમ કે તેમના સચોટ આંકડા ઉપલબ્ધ હોતા નથી.

હારૂન ગ્લોબલ રિચ લિસ્ટ ૨૦૧૮માં ૪૦૪ મહિલાઓ છે, જેમાંથી ૧૪ મહિલાઓ ભારતની છે. ફાર્મા ક્ષેત્રની સૌથી વધુ મહિલાઓએ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. ત્યાર બાદ સોફટવેર અને સેવા ક્ષેત્રનો આવે છે. આ યાદીમાં મહિલાઓની સંપત્ત્િ। સરેરાશ રૂ.૪૦ અબજ છે. મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં શ્રીમંત મહિલાઓની સંખ્યા સૌથી વધારે છે.

આ યાદીમાં બેન્ટ એન્ડ કોલમેન ગ્રૂપનાં ચેરપર્સન ઈન્દુ જૈન ત્રીજા નંબરે છે. તેમની સંપત્તિ રૂ.૨૬૨.૫૦ અબજ છે. ચોથા નંબરે બાયોકોનનાં કિરણ મજૂમદાર સો છે, જેમી સંપત્તી રૂ.૨૪૭.૯૦ અબજ છે. શિવ નાડરની પુત્રી ઉપરાંત તેમનાં પત્ની કિરણ નાડરનો પણ આ યાદીમાં સમાવેશ થયેલો છે, જેમની સંપત્તી રૂ.૨૦૧.૨૦ અબજ છે. આ યાદીમાં તેઓ પાંચમા ક્રમે છે.

ઉલ્લેખનીય છે કે, ફોર્બ્સ ૨૦૧૮ની સૌથી શ્રીમંત મહિલાઓની યાદીમાં ભારતની ૮ મહિલાઓનો સમાવેશ થયો હતો. આ યાદીમાં સમગ્ર વિશ્વની ૨૫૬ મહિલાઓનો સમાવેશ કરાયો હતો. બારતની તમામ ૮ મહિલાઓની કુલ સંપત્તી ૧૦૦૦ બિલિયન છે.

ફોર્બ્સ ૨૦૧૮ની યાદીમાં સાવિત્રી જિંદલ એન્ડ ફેમિલી ૧૭૬ નંબરે છે. તેમની કુલ સંપત્ત્િ। ૮.૮ બિલિયન ડોલર છે. ફોર્બ્સની યાદીમાં બાયોકોનનાં પ્રમુખ કિરણ મજૂમદાર શો ભારતની બીજા નંબરની સૌથી શ્રીમંત મહિલા છે.તેઓ ભારતની સૌથી શ્રીમંત સેલ્ફમેડ વુમન પણ છે. તેમની કુલ સંપત્તી ૩.૬ બિલિયન ડોલર છે.(૨૧.૪)

(11:40 am IST)