Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

લોકોને ગરીબીથી છુટકારો અપાવવા સરેરાશ આવક નક્કી કરવાનું એલાન થવાની શકયતા

૨૦૧૯ની તૈયારી માટે કમ્મર કસતી સરકાર : હવે પટારો ખુલ્લો મૂકશે પ્રજા માટે

નવી દિલ્હી તા. ૧૪ : ત્રણ પ્રમુખ હિન્દી ભાષી રાજ્યોમાં હાર બાદ તણાવગ્રસ્ત બીજેપી સરેરાશ આવક પર મોટું એલાન કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ બીજેપી તેના અંતરિમ બજેટમાં તેના એલાન કરવા પર વિચાર કરી રહી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ વિધાનસભા ચુંટણીમાં હાર જોયા બાદ હવે બીજેપી સરકાર અંતરિમ બજેટમાં ગામડાઓ, ખેતીના ક્ષેત્રમાં થતાં ખર્ચ પર તેમના ફોકસ પણ વધારી શકે છે. આ વર્ષ સુધી ફેબ્રુઆરીએ નાણા મંત્રી અરૂણ જેટલી અંતરિમ બજેટ રજૂ કરશે.

તેના પર અધિકારીઓએ કહ્યું કે, આગામી બજેટમાં ગ્રામીણ ગરીબો અને કૃષિ સંકટ પર કેટલાક મહત્વના નિર્ણય લેશે. એક અધિકારીએ કહ્યું, સરકાર લોકોને ગરીબી સાથે છુટકારો અપાવવા માટે અંદાજે આવક નક્કી કરવા અંગે મોટું એલાન કરશે. તેના પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યું છે.

રાજસ્થાનમાં તેના ચુંટણી ઘોષણાપત્રમાં બીજેપીએ સરેરાશ આવક વધારવાનો વાયદો પણ કર્યો હતો. તેના માટે સરકારના વિવિધ સ્તરો પર કામ કરવાનો દાવો કર્યો હતો. જેનાથી આવકમાં વધારો કરવામાં આવે. પશ્ચિમમાં આ મુદ્દા પર અનેક વર્ષો સુધી ચર્ચા થઇ. ત્યારબાદ કેનેડા અને સ્વિઝટરલેન્ડમાં તેમને પાયલટ પ્રોજેકટ તરીકે લાગુ પણ કરવામાં આવે. આ યોજનાની ચર્ચા ચીફ ઇકોનોમિક એડવાઇઝર અરવિંદ સુબ્રમણ્યમે ભારતમાં પ્રચલિત કર્યો.

(11:34 am IST)