Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

યમનમાં યુદ્ધમાં લિંગ ગુમાવનાર યુવકને ભારતીય ડૉક્ટરોએ આપ્યું નવું જીવન:38 કલાક ચાલી સર્જરી

યુવક કોઈપણ ભારતીય ભાષા જાણતો નથી :વાતચીત માટે અનુવાદકનો સહારો લેવો પડ્યો હતો

 

બેંગ્લુરુઃ યુદ્ધમાં ઈજાગ્રસ્ત યમનના 45 વર્ષીય નાગરિકે પોતાના ગુપ્તાંગની સર્જરી કરાવી હતી. યમનમાં ચાલી રહેલી હિંસાના શિકાર થયેલા શખસનું ગુપ્તાંગ કપાઈને વિખુટું પડી ગયું હતું. બેગ્લુરુની એપોલો હોસ્પિટલના ડૉક્ટરે પેનિસ રિકંસ્ટ્રક્શન સર્જરી કરીને તેને નવું પેનિસ આપ્યું છે. સર્જરી માટે ડૉક્ટરે તેના જમણા હાથની સ્કિનનો ઉપયોગ કર્યો હતો. યમનમાં ચાલી રહેલી હિંસાના ઘણા બધા ઈજાગ્રસ્તો પૈકી એક એવો શખસ છે જેનું ગુપ્તાંગ કપાઈ ગયું હતું. યમનના ઘણા ઈજાગ્રસ્તો હાલ ભારતમાં સારવાર લઈ રહ્યા છે.

  શખસ ગત વર્ષે યમનમાં થયેલી હિંસામાં ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેનું ગુપ્તાંત કપાઈ ગયું હતું. છેલ્લા કેટલાક સમયથી ભારતમાં તેનો ઈલાજ ચાલી રહ્યો હતો. ગુપ્તાંગ હોવાને કારણે ઘણી શરમજનક સ્થિતિમાં હતો. વ્યવસાયે એક સ્કૂલ ટીચર શખસ બુરખો પહેરીનો મહિલાઓના શૌચાલયનો ઉપયોગ કરતો હતો. સિનિયર પ્લાસ્ટિક સર્જન ડૉ. નવીન રાવે તેના સાથી તબીબ યુરોલોજીસ્ટ ડૉ. દીપક બોલબંદી અને તેની ટીમે સર્જરી કરી હતી. તેણે કહ્યું કે, ઉગ્રવાદીઓ સાથેના ઘર્ષણમાં તેનું ગુપ્તાંગ કપાઈ ગયું હતું. ઘટના બાદ તે માનસિક રીતે ભાંગી ગયો હતો.
 
સર્જરી પહેલા તેનું કાઉંસલિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સર્જરી 8 કલાક સુધી ચાલી હતી. દરમિયાન તબીબોએ શરીરના બીજા ભાગમાંથી માંસ, સ્કિન, નસ અને લોહી લઈને ફરી એક પેનિસ તૈયાર કરી તેની જગ્યાએ ફીટ કર્યું હતું. શખસ કોઈ અંગ્રેજી કે ભારતીય ભાષા જાણતો નથી માટે વાતચીત કરવા માટે અનુવાદકનો સહારો લેવો પડ્યો હતો. તેને ડર હતો કે તેની પત્ની તેને છોડીને જતી રહેશે. હવે સર્જરીથી ફરી એકવખત સામાન્ય જીવન શરૂ કરશે.

(12:00 am IST)