Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

પૃથ્વીનું સૌથી મોંઘું લિક્વિડ: અડધા લીટરની કિંમત દોઢ કરોડ રૂપિયા !

એક કિંગ કોબરા સાપમાંથી લગભગ પાંચ મિલિ લીટર જેટલું ઝેર : દર્દ નિવારણીય દવાઓ માટે થાય છે ઉપયોગ

 

નવી દિલ્હી :પાણી એકમાત્ર લિક્વિડ એટલે કે પ્રવાહી પદાર્થ છે કે જે સૌથી અમૂલ્ય છે પણ પાણી સિવાય પૃથ્વી પર એક એવું લિક્વિડ છે કે જે સૌથી મોંઘું છે. સૃષ્ટિમાં જોવા મળતા સૌથી ખતરનાક અને ઝેરી એવા કિંગ કોબરાના ઝેરની કિંમત કરોડો રૂપિયાની છે. કિંગ કોબરાના ઝેરની કિંમત પ્રતિ ગેલન 1 કરોડ 45 લાખ રૂપિયા આંકવામાં આવે છે.

  આંતરરાષ્ટ્રીય બજારમાં સૌથી ખતરનાક અને ઝેરી એવા કિંગ કોબરા સાપના અડધા લીટર ઝેરની કિંમત લગભગ દોઢ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. વાઈલ્ડ લાઈફ વિશેષજ્ઞોનું માનીએ તો એક કિંગ કોબરા સાપમાંથી લગભગ પાંચ મિલિ લીટર જેટલું ઝેર જોવા મળે છે એનો મતલબ છે કે લગભગ 100 કિંગ કોબરાને મારીને અડધો લીટર ઝેર મેળવી શકાય છે. જો કોઈને કિંગ કોબરા સાપ કરડે તો તેના ઝેરથી કોઈપણ જીવનું મિનિટોમાં મૃત્યુ થઈ જાય છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે કિંગ કોબરા સાપનું ઝેર ખૂબ ઉપયોગી છે. મુખ્યરૂપે કિંગ કોબરાના ઝેરનો ઉપયોગ પેઈન કિલર એટલે કે દર્દમાંથી રાહત મેળવવા માટે કરવામાં આવે છે. ઘણી બધી દર્દ નિવારણીય દવાઓ તૈયાર કરવા માટે પણ કિંગ કોબરાના સાપના ઝેરનો ઉપયોગ કરવામાં આવે છે. (એક વાત જાણી લો કે રીતે સાપનું ઝેર કાઢવું તે કાયદા વિરુધ્ધનું કાર્ય છે, ડોક્ટર અને વૈજ્ઞાનિકો તથા અન્ય સંશોધકો પરવાનગી સાથે કદાચ પ્રક્રિયા કરી શકે છે.)
 
સિવાય ચેનલ નંબર 5 નામનું એક પરફ્યૂમ કે જેને દુનિયાનું સૌથી મોંઘું બીજા નંબરનું લિક્વિડ માનવામાં આવે છે. પરફ્યૂમની કિંમત 18 લાખ રૂપિયા પ્રતિ ગેલન છે. પરફ્યૂમને દુનિયાનું સૌથી સારું પરફ્યૂમ માનવામાં આવે છે.

(12:36 am IST)