Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ઇરાકમાં 38 સુન્ની ઇસ્લામિક આતંકવાદીઓને ફાંસી અપાઈ

-દક્ષિણી શહેર નાસૂરિયાની એક જેલમાં તમામને ફાંસી આપી દેવાઈ

 બગદાદઃ ઇરાકમાં આતંકવાદી ગતિવિધિઓમાં શામેલ થવા મામલામાં દોષી જાહેર કરવામાં આવેલ 38 સુન્ની ઇસ્લામિક આતંકવાદીઓને ફાંસી અપાઈ છે ઇરાકનાં કાનૂન મંત્રાલયે એક નિવેદનમાં વાતની જાણકારી આપી છે.

 નિવેદન મુજબ દક્ષિણી શહેર નાસૂરિયાની એક જેલમાં દરેક 38 આતંકવાદીઓને ફાંસી આપવામાં આવી.હતી તેમનાં કહેવા મુજબ દરેક આતંકવાદીઓ ઇસ્લામિક સ્ટેટનાં સભ્યો હતાંઅત્રે ઉલ્લેખનીય છે કે પહેલાં પણ 24 સપ્ટેમ્બરનાં રોજ 42 સુન્ની આતંકવાદીઓને ફાંસી આપવામાં આવી હતી.

(12:45 am IST)