Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

નવેમ્બરમાં પામ ઓઈલની 11 ટકા ઘટીને આઠ મહિનાના તળિયે

આયાત ડ્યુટી વધતા પામ ઓઈલની આયાત ઘટીને ૭,૧૬,૮૬૮ ટન થઇ

રાજકોટ ;નવેમ્બરમાં પામ ઓઈલની આયાત ૧૧ ટકા ઘટી છે જે છેલ્લા આયાત આઠ માસને તળિયે પહોંચી છે.પામ ઓઈલની આયાત ઘટવા માટે ઈમ્પોર્ટ ટેક્સમાં વૃદ્ધિ માનવામાં આવી રહ્યુ છે. ગત મહિને ભારતે ,૧૬,૮૬૮ ટન પામ ઓઈલની આયાત કરી હતી જે ગયા વર્ષે સમકક્ષ ગાળામાં ,૦૧,૩૧૧ ટન પામ ઓઈલની આયાત કરાઈ હતી એવું સોલ્વન્ટ એક્સટ્રેક્સ અસોસિએશને જણાવ્યુ હતું. જો કે અત્યાર સુધી સરકારે કોઈ આંકડા જાહેર કર્યા નથી.ઈમ્પોર્ટ ડયુટીમાં વધારો કરવાને લીધે રિફાઈનર્સએ ખરીદી કરવાનું ટાળ્યું હતું તેમ મનાય છે     

     નવેમ્બરમાં દેશમાં ક્રૂડ પામ ઓઈલ ઉપર ઈમ્પોર્ટ ટેક્સ વધારીને ૩૦ ટકા કરાયો હતો જે અગાઉના રેટ કરતા બમણો છે. જ્યારે રિફાઈન્ડ પામ ઓઈલ ઉપર ડયુટી રપ ટકાથી વધારીને ૪૦ ટકા કરવામાં આવી છે. હાલ પરિસ્થિતિને જોતા પામ ઓઈલની આયાતમાં ડિસેમ્બરમાં પણ ઘટાડો થાય એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે અગાઉ પામ ઓઈલ ઉપર ઓછી ઈમ્પોર્ટ ડયુટી હોવાને કારણે એકંદરે નવેમ્બર સુધી વેજીટેબલ ઓઈલની આયાતમાં . ટકા વધીને ૧ર.૪૮ લાખટન થઈ છે જેમાં સોયાઓઈલ અને સનફલાવર ઓઈલનો પણ સમાવેશ થાય છે ગાળામાં સોયા ઓઈલની આયાત ૬૭ ટકાના નોંધપાત્ર વૃદ્ધિમાં ,૭૩,૯ર૮ ટન થઈ છે જ્યારે સન ફ્લાવર ઓઈલની આયાત ર૩ ટકા વધીને ,૯૩,૮૧૦ ટન થઈ છે.જો કે ગત મહિને સન ફલાવર ઓઈલ અને સોયા ઓઈલની આયાતમાં ઘટાડો નોંધાયો છે ગત મહિને સન ફ્લાવર ઓઈલની આયાત લગભગ ,૯૦,૦૦૦ ટન થઈ છે    જ્યારે સોયા ઓઈલની આયાત ,૭૦,૦૦૦ ટન થઈ હતી.

   અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સામાન્ય રીતે પામ ઓઈલની આયાત ઈન્ડોનેશિયન અને  મેલેશિયામાંથી કરે છે અને સોયાઓઈલની આયાત આર્જેન્ટિના અને બ્રાઝિલમાંથી કરે છે ઉપરાંત યુક્રેઈન અને કેનેડામાંથી સનફ્લાવર ઓઈલની પણ આયાત કરવામાં આવે છે.

(11:04 pm IST)