Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ભારતમાં બનતી ફુડ પ્રોડકટ ઉપરનું જીલેટીન (પડ) શેમાંથી બનાવાયું છે તે લખવાનું ફરજીયાત કરો : મીઠાઇ, આઇસ્‍ક્રીમ, માખણ, ચીઝ, કેન્‍ડી, ચિગમ સહિતની વસ્‍તુઓના ઉપલા પડ ગૌમાંસ તથા પ્રાણીજન્‍ય ચરબીમાંથી બનતા હોવાનો અનુભવ : યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્‍દુઝમના પ્રેસિડન્‍ટ શ્રી રાજન ઝેડનો ભારતના ફુડ સેફટી વિભાગને અનુરોધ

યુ.એસ. : ભારતમાં બનતી ફુડ પ્રોડકટ ઉપર લગાવાતું જીલેટીન (પડ) શેમાંથી બનેલું છે તે પેકીંગ ઉપર લખવાનું ઉત્‍પાદકો માટે ફરજીયાત કરવા નેવાડા સ્‍થિત યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્‍દુઝમના પ્રેસિડન્‍ટ શ્રી રાજન ઝેડએ તમામ હિંદુઓ વતી ભારત સરકારને અનુરોધ કર્ર્યો છે.

તેમણે ‘‘ફુડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડસ ઓથોરીટી ઓફ ઇન્‍ડિયા''  (FSSAI)ને લખેલા પત્રમાં જણાવ્‍યા મુજબ ફુડ પ્રોડકટ ઉપર લગાવાતા ચાંદીના અબરખ જેવા પડમાં  ઘણી વખત ગૌમાંસનો ઉપયોગ થતો જોવા મળ્‍યો છે. જે હિન્‍દુઓની ધાર્મિક  લાગણીને ઠેસ પહોંચાડવા સમાન છે. આવી તમામ ફુડ પ્રોડકટસ જેવીકે મીઠાઇ, આઇસ્‍ક્રીમ, કેન્‍ડી, માખણ, ચીઝ ઉત્‍પાદકો માટે આ પડ શેમાંથી બનેલું છે તે દર્શાવવાનું ફરજીયાત કરવું જોઇએ. ઉપરાંત ચ્‍યુંગમમાં પણ તેનો ઉપયોગ થતો જોવા મળ્‍યો છે. આ જીલેટીન મોટા ભાગે જુદા જુદા પ્રાણીઓ જેવા કે ગાય, માછલી, ચિકન વગેરેમાંથી બનાવેલા જોવાં મળતા હોવાથી સાવચેતીના પગલા રૂપે ઉપરોકત બાબત ધ્‍યાને લેવી જોઇએ. તેવું શ્રી રાજન ઝેડની યાદીમાં જણાવાયું છે.  

(9:19 pm IST)