Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

અમેરિકાના ફલોરિડામાં બ્રોવર્ડ કાઉન્‍ટી સર્કીટ જજ તરીકે પસંદ કરાયેલા ૧૦ નામોમાં શ્રી અનુરાગ ‘‘રાગ'' સિંઘલનો સમાવેશ : કોર્ટ કેસના વધારે પડતા ભારણને ધ્‍યાને લઇ ભરવાની થતી પાંચ જગ્‍યાઓ માટેની આખરી યાદીમાં સ્‍થાન મેળવ્‍યું

ફલોરિડા : અમેરિકામાં સાઉથ ફલોરિડામાં આવેલા બ્રોવર્ડ કાઉન્‍ટીના સર્કીટ જજની પાંચ પોસ્‍ટ માટે પસંદ  કરાયેલા ફાઇનલ ૧૦ નામોમાં ઇન્‍ડિયન અમેરિકન એટર્ની શ્રી અનુરાગ ‘‘રાગ'' સિંઘલના નામનો સમાવેશ થયો છે.

કોર્ટમાં થયેલા કેસોના વધારે પડતા ભરાવાને ધ્‍યાને લઇ ભરવાની થતી ફેડરલ જજની પાંચ જગ્‍યાઓ માટે ર૪ અરજીઓ આવી હતી. જેમાંથી પસંદ કરાયેલા ૧૦ નામોની આખરી યાદી મંજુરી માટે મોકલી દેવામાં આવી છે. જો શ્રી રાગ સિંઘલની પસંદગી થશે તો તેઓ આ કાઉન્‍ટીના સૌપ્રથમ એશિયન  તથા ઇન્‍ડિયન અમેરિકન ફેડરલ જજ તરીકેનું માન મેળવશે.

(9:14 pm IST)