Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ઉથપલાથલ વચ્ચે સેંસેક્સ ૧૯૩ પોઇન્ટ સુધી સુધર્યો

સેંસેક્સ સુધરીને ૩૩૨૪૬ની સપાટી ઉપર : નિફ્ટી ૫૯ પોઇન્ટ ઉછળી ૧૦૨૫૨ની ઉંચી સપાટીએ એક્ઝિટ પોલના તારણ જારી કરાયા બાદ અસર રહેશે

મુંબઇ,તા. ૧૪ : શેરબજારમાં આજે ફરી એકવાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. મંદી પર બ્રેક મુકાઈ હતી. કારોૂબારના અંતે સેંસેક્સ ૧૯૩ પોઇન્ટ ઉછળીને ૩૩૨૪૬ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૫૯ પોઇન્ટ ઉછળીને ૧૦૨૫૨ની સપાટીએ રહ્યો હતો. શેરજારમાં અનેક જુદા જુદા પરિબળોની અસર રહી હતી. ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી માટે એક્ઝિટ પોલના તારણ માર્કેટના કલાકો બાદ જાહેર કરવામાં આવ્યા હતા જેની સીધી અસર આવતીકાલે શેરબજારમાં જોવા મળે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. શેરબજારમાં ગઇકાલે મંદીનુ મોજુ રહ્યુ હતુ. બુધવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૧૭૪ પોઇન્ટ ઘટીને ૩૩૦૫૪ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૪૭ પોઇન્ટ ઘટીને ૧૦૧૯૯૨ની નીચી સપાટી પર રહ્યો હતો. શેરબજારમાં એસ્ટ્રોન પેપર્સના આઈપીઓને લઇને પણ ઉત્સુકતા દેખાઈ રહી છે. ૧૫મી ડિસેમ્બરના દિવસે આ આઈપીઓ લોંચ થશે. એસ્ટ્રોન પેપર્સ બોર્ડ મિલ દ્વારા આઈપીઓલ લાવવામાં આવનાર છે. ઓફરની પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર ૪૫ અને ૫૦ રૂપિયા વચ્ચે રાખવામાં આવી છે. આ આઈપીઓમાં કંપનીના દરેક ૧૦ રૂપિયાની ફેસ વેલ્યુ સાથે ૧૪૦૦૦૦૦૦ ઇક્વિટી શેરની ઓફરનો સમાવેશ થાય છે. એસ્ટ્રોન પેપર એન્ડ બોર્ડ ક્રાફ્ટ પેપરનું નિર્માણ કરે છે. ગુજરાતના હળવદમાં મેન્યુફેક્ચરિંગ હબ ધરાવે છે. આ ઇશ્યુ ૨૦મી ડિસેમ્બરના દિવસે બંધ થનાર છે.  ગયા શનિવારના દિવસે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે ૮૯ બેઠક પર મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે. બીજા તબક્કા માટે મતદાન આજે મતદાન થયું હતું. જ્યારે પરિણામ ૧૮મી ડિસેમ્બરના દિવસે જાહેર કરવામાં આવનાર છે. યુએસ ફેડરલ રિઝર્વની ફેડરલ ઓપન માર્કેટ કમિટિની બેઠક મંગળવારથી શરૂ થઇ હતી. શેરબજારમાં હાલમાં ભારે ઉતારચઢાવની સ્થિતી જોવા મળી રહી છે. બીએસઇ ફાઇલિંગ મુજબ એલઆઇસી જે અગાઉ માસ્ટેકમાં ૬.૧૪ ટકા હિસ્સેદારી ધરાવતી હતી તે હવે ઘટાડીને ૩.૦૫ ટકા કરી ચુકી છે. 

(8:45 pm IST)