Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

મતદાનની સાથે સાથે........

મોદી, શાહ, અડવાણી સહિત દિગ્ગજો દ્વારા મતદાન

*       ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ૯૩ બેઠકો માટે મતદાન યોજાયું

*     વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટવીટ્ કરીને ગુજરાતની જનતાને મહત્તમ મતદાન કરવા અનુરોધ કર્યો હતો

*     બીજા તબક્કામાં ૯૩ બેઠકો પર કુલ ૮૫૧ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયુ હતુ

*     બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતના કુલ ૧૪ જિલ્લામાં મતદાનની પ્રક્રિયા એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન

*     બીજા તબક્કાની ચૂંટણીમાં સરેરાશ ૬૮.૭૦ ટકાથી વધુ મતદાન નોંધાયું હતું

*     સૌથી વધુ મતદાન સાબરકાંઠા જિલ્લામાં ૭૭ ટકા અને સૌથી ઓછુ મતદાન દાહોદમાં ૬૦ ટકા નોંધાયુ હતું

*     જો કે, પ્રથમ તબક્કાની સરખાણીએ બીજા તબક્કાના મતદાન દરમ્યાન જૂથ અથડામણ, મારામારી, ઝપાઝપીના છૂટાછવાયા બનાવો નોંધાયા

*     વડોદરાના વાંકાનેરમાં બે જૂથ વચ્ચે અથડામણ થતાં વાતાવરણ તંગ બન્યું હતું

*     તો આજે બીજા તબક્કાના મતદાન દરમ્યાન અમદાવાદ, વડોદરા, આણંદ સહિતના સ્થળોએ ઇવીએમ ખોટવાયાની સંખ્યાબંધ ફરિયાદો સામે આવી હતી

*     સૌથી વધુ ઇવીએમ ખોટવાવાની ફરિયાદો વડોદરામાં ઉભી થવા પામી હતી, જેનો કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો

*     રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, કાયદામંત્રી પ્રદીપસિંહ જાડેજા, ઓબીસી અને કોંગ્રેસના યુવા નેતા અલ્પેશ ઠાકોર, દલિત યુવાન નેતા જીગ્નેશ મેવાણી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિધ્ધાર્થ પટેલ સહિતના અનેક દિગ્ગજોના ભાવિ ઇવીએમમાં કેદ થયા હતા

*     વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બપોરે રાણીપ વિસ્તારની નિશાન પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું

*     વડાપ્રધાન સિવાય ભાજપના દિગ્ગજ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, અરૂણ જેટલી, અમિત શાહ, આનંદીબહેન પટેલ, નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા સહિતના  મહાનુભાવોએ શહેરના તેમના વિસ્તારના મતદાનમથકે મતદાન કર્યું હતું

*     કોંગ્રેસના સિનિયર નેતા શકિતસિંહ ગોહિલ, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, સિધ્ધાર્થ પટેલ, વિપક્ષના નેતા મોહનસિંહ રાઠવા, શૈલેષ પરમાર સહિતના અગ્રણીઓએ પણ મતદાન કર્યુ હતું

*     જન વિકલ્પ મોરચાના સંયોજક શંકરસિંહ વાઘેલાએ પણ આજે તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો

*     પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે વિરમગામ ખાતે મતદાન કર્યું હતું, દલિત નેતા જીગ્નેશ મેવાણીએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો

*     વડાપ્રધાન મોદીએ એક સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં ઉભા રહી મતદાન કરતાં તેની ભારે નોંધ લેવાઇ હતી

*     વડાપ્રધાન મોદીએ મતદાન કર્યા બાદ મતદાનમથકથી થોડા અંતર સુધી ચાલ્યા હતા અને પોતાની મતદાન કરેલી આંગળી બતાવી લોકોનો ઉત્સાહ વધાર્યો હતો

*     વડાપ્રધાન મોદીએ તેમના કાફલાની કારમાં બહાર ઉભા રહી રોડ-શો જેવો માહોલ સર્જયો હતો, જેને પગલે કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી

*     વડાપ્રધાન મોદી વિરૂધ્ધ કોંગ્રેસની આચારસંહિતા ભંગની ફરિયાદ આજે ગુજરાત સહિત દેશભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો

*     વડાપ્રધાન મોદીની વયોવૃધ્ધ માતાજી હીરાબાએ પણ ગાંધીનગરમાં ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું અને સૌનું ભલુ થાઓ તેવી શુભેચ્છા વ્યકત કરી હતી

*     બીજા તબક્કામાં કુલ ૭૮૨ પુરૂષ ઉમેદવારો અને ૬૯ મહિલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા

*     સૌથી વધુ ઉમેદવારો મહેસાણામાં ૩૪ ઉમેદવારો નોંધાયા હતા

*     જયારે સૌથી ઓછા ઉમેદવારો ઝાલોદમાં માત્ર બે ઉમેદવારો નોંધાયા હતા

*     રાજયમાં પહેલા બે કલાકમાં આશરે ૧૦ ટકા જેટલું મતદાન નોંધાયુ

*     શરૂઆતના ચાર કલાકમાં રાજયમાં સરેરાશ ૩૧ ટકા જેટલું મતદાન નોંધાયુ

*     રાજયમાં કુલ ૧૪,૫૨૩ થળોએ ૨૫,૫૭૫ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા

*     પ્રથમ અને આજે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે તા.૧૮મી ડિસેમ્બરે મતગણતરી થશે

*     ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજયની ચૂંટણી પ્રક્રિયા માટે ૧,૧૬,૪૦૪ વધુ કર્મચારીઓની મદદ લેવામાં આવી હતી

*     મતદાન મથકની ચૂંટણી સામગ્રી લાવવા લઇ જવા માટે આશરે ૪૫૦૦થી વધુ એસટીેની ફાળવણી

*     શાંતિપૂર્ણ મતદાન અને સલામતી વ્યવસ્થા માટે તંત્ર દ્વારા ૧,૭૪,૯૪૨ સુરક્ષા જવાનોને તૈનાત કરાયા હતા

*     અમદાવાદ શહેર અને જિલ્લાની મળી કુલ ૨૧ બેઠકો પર ૨૪૯ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયુ હતું

*     રિટર્નીંગ ઓફિસર દ્વારા દર બે કલાકે મતદાનના આંકડાની માહિતી રાજય ચૂંટણી પંચ અને કેન્દ્રીય ચૂંટણી પંચને પહોંચાડાતી હતી

*     રાજયમાં આ વખતની વિધાનસભા ચૂંટણીમાં સૌપ્રથમવાર ઇવીએમની સાથે વીવીપેટનો ઉપયોગ કરાયો

*     પાટીદાર નેતા હાર્દિક પટેલે આજે પણ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ ભાજપના વિરોધમાં જ છે

*     ઘાટલોડિયામાં મતદાનના શરૂઆતના દોઢ કલાકમાં જ ત્રણ ઇવીએમ પર બ્લ્યુ ટુથ કનેકટ થવાની કોંગ્રેસના ઉમેદવાર શશીકાંત પટેલે ફરિયાદ ઉઠાવી હતી

*     જમાલપુરમાં કાચની મસ્જિદ પાસે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાતા પોલીસ-સુરક્ષા જવાનોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી

*     આણંદના ટાવરબજારમાં બે જૂથ વચ્ચે જોરદાર પથ્થરમારો અને અથડામણ સર્જાતાં શહેરની શાંતિ ડહોળાઇ હતી

*     આજ પ્રકારે વડોદરાના વાંકાનેરમાં પણ મતદાન દરમ્યાન જૂથ અથડામણ અને આગચંપીની ઘટના સામે આવી હતી, જેમાં પાંચથી વધુ ઘાયલ થયા હતા

*     મહેસાણાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામે એક મતદારને પ્રિસાઇડીંગ ઓફિસરે ધક્કો મારતા મતદારોએ હોબાળો મચાવ્યો હતો

*     મતદારોના હોબાળા અને પરિસ્થિતિ વણસતા પ્રિસાઇડીંગ ઓફિસરને માફી માંગવાની ફરજ પડી હતી

*     ધાનેરાના ચારડા ગામે પણ સ્વયંસેવક તરીકે ફરજ બજાવતાં એક કર્મચારીને મારવાની ઘટના બનતાં વાતાવરણ ડહોળાયુ હતુ

*     રાધનપુરના કલ્યાણપુરા ગામે સ્થાનિક પીએસઆઇ દ્વારા એક મતદારને લાફો મરાતાં જોરદાર હોબાળો મચી ગયો હતો, મતદારોએ ભારે વિરોધ કર્યો હતો

*     મામલો વધુ વણસતા પીએએસઆઇને મતદારોની માફી માંગવાની ફરજ પડી હતી

*     બનાસકાંઠાના ઢીમા ગામેથી બિનવારસી કન્ટેનરમાંથી રૂ.૧૨ લાખ રોકડા અને દારૂની ૧૫૦ પેટી મળી આવતાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી

*     ગાંધીનગરના કેટલાક મતદાનમથકો પર આઇએએસ દ્વિવેદી અને તેમના પત્નીનું નામ મતદારયાદીમાંથી ગાયબ જોવા મળ્યુ હતું

*     ચાંદખેડામાં શિવશકિત વિદ્યાલયના બુથમાં બે વોટનું ગેરકાયદેસર મતદાન થયું હોવા અંગે બહુજન મુકિત પાર્ટીના ગાંધીનગર દક્ષિણના ઉમેદવાર કેયુરભાઇ આચાર્યએ સંબંધિત ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી

*     આ સિવાય પણ અન્ય કેટલાક મતદારોના નામ મતદાર યાદીમાં ગાયબ હોવાનું જણાતાં ગંભીર ફરિયાદ ઉઠી હતી

*     વડોદરામાં રાજવી પરિવારના રાજમાતા સુભાંગિની દેવીએ પણ મતદાન કરી જનતાને મહત્તમ મતદાન કરી ફરજ નિભાવવા અનુરોધ કર્યો હતો

*     પાટણના ગોવિંદનગરમાં ૧૦૯ વર્ષના કુંવરબાને તેમની ચાર વહુઓએ ખાટલામાં બેસાડી મતદાનમથકે લઇ જઇ મતદાન કરાવ્યું હતું

*     મતદાન પૂર્ણ થયા બાદ મતદાનમથક સંકુલમાં આવી ગયેલા મતદારોને ટોકન આપી મતાધિકારની તક ચૂંટણીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી હતી

*     પ્રથમ તબક્કામાં ૬૬.૭૫ ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું હતું

*     બીજા તબક્કાના મતદાનની સાથે સાથે

*     ગાંધીનગરમાં પણ સેકટર-૨૨માં મતદારોના બે જૂથ વચ્ચે ઝપાઝપી અને ઘર્ષણની ઘટના સામે આવી હતી

*     વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબહેને ઉંઝામાં મતદાન કર્યું હતું

*     મોડી સાંજે એકઝીટ પોલમાં ગુજરાતમાં ભાજપને વિજયી દર્શાવાઇ હતી, ભાજપને ૧૧૫ બેઠકોની આસપાસ મળે તેવી સંભાવના વ્યકત કરાઇ હતી

*     વિવિધ ચેનલોના એકઝીટ પોલના તારણો મુજબ, ભાજપની સરકાર બનાવવા જઇ રહી હોવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો હતો

*     બીજીબાજુ, કોંગ્રેસે એકઝીટ પોલના દાવાને ફગાવ્યા હતા અને જણાવ્યું હતું કે સાચો ફૈંસલો તા.૧૮મી ડિસેમ્બરે જ મતગણતરીના દિવસે બહાર આવશેે

(8:44 pm IST)