Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

બન્ને તબક્કામાં પ૦ થી પપ બેઠકોઃ કુલ ૧૦૦ થી ૧૧૦: ભાજપનું તારણ

૧પ૦ બેઠકો જીતવાના પ્રચારાત્મક દાવા વચ્ચે ધરતીની નજીક પગ પહોંચાડતો આંતરિક સર્વે :પ્રથમ ૮૯ બેઠકોમાંથી નવરા પડેલા કાર્યકરોને બીજા તબક્કા માટે ભાજપ-કોંગ્રેસે કામે લગાડી મતદાન વધારવા જોર કર્યુઃ આજના મતદાનમાં શહેરી ક્ષેત્ર વધુ

રાજકોટ તા. ૪ : ગુજરાતમાં ૯ ડીસેમ્બરના પ્રથમ તબકકાના ૮૯ બેઠકોના મતદાન બાદ અને આજના મતદાનની થોડી કલાકો પૂર્વે ભાજપે કરાવેલા અવિધિસરના સર્વેમાં તેને ૧૦૦ થી ૧૧૦ બેઠકો મળવાનું તારણ નીકળયાનું જાણવા મળે છે

સતાવાર રીતે ભાજપે ૧પ૦ થી વધુ બેઠકો મળવાનો દાવો કર્યોછે. પરંતુ પ્રવાહ પારખ્યા પછી બન્ને તબકકે પ૦ થી પપ જેટલે બેઠકો મેળવી કુલ આંકડો ૧૦૦ થી૧૧૦ આસપાસ રહેવાનુંતારણ  મળ્યું છ.ે

સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભાજપને નુકશાન દેખાતા બીજા તબકકામાં માઇક્રો પ્લાનિંગ સઘન બનાવેલ પ્રથમ તબકકાની બેઠકોમાં કાર્યકરો નવરાઇ થ જતા તેમાના પસંદગીના કાર્યકરોને બીજા તબકકાના મતક્ષેત્રમાં લગાડાયા હતા કોંગ્રેસે પણ એ જ પધ્ધતી અપનાવેલ બન્ને પક્ષોના પ્રયાસો મતદાનની ટકાવારી વધારવા માટેના રહ્યા છ.ે

પ્રથમ તબકકે ૪પ થી પપ સુધીના આંકડામાં ભાજપ રહી શકે તેવુભાજપના વિશ્લેષકોનું માનવું છે.બીજા તબકકે પણ આંકડો તેની નજીક રહે છે.કોઇ વર્ગની નારાજગી અકબંધ હોય તો તેની સામે બીજા વર્ગોને એકત્ર કરવા પ્રયાસ થયો છે.

ભાજપનું ઉપરોકત સ્થિત તારણ બાહ્ય રીતે દેખાતા વાતાવરણ આધારીત છે. પરિણામ  વખતે કોઇના તરફી કે વિરોધી જુવાળ નીકળે તો બધા દાવા, ગણિત ધરાશયી થઇ શકે છે.(

(4:35 pm IST)