Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

PM મોદીના હસ્તે INS કલવરી રાષ્ટ્રને સમર્પિત

મેક ઇન ઇન્ડિયાની પ્રથમ સફળતા

મુંબઇ તા. ૧૪ : પ્રધાનમંત્રી મોદી આજે સ્કોર્પિયન શ્રેણીની સબમરીન INS કલવરીને રાષ્ટ્રને સમર્પિત કરી છે. આ અવસરે તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, રક્ષામંત્રી નિર્મલા સીતારમન, નૌસેના પ્રમુખ કમાંશડગ ઓફ ધ વેસ્ટર્ન નેવલ કમાંડ અને વરિષ્ઠ રક્ષા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

સ્કોર્પિયન શ્રેણીની ૬ સબમરીનમાંથી કલવરી પ્રથમ સબમરીન છે, જેને ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવી રહી છે. આ મેક ઇન ઇન્ડીયાની પ્રથમ સફળતા છે. આ પરિયોજનાને ફ્રાંસના સહયોગથી ચલાવવામાં આવી રહી છે. કલવરીનું નામ હિંદ મહાસાગરમાં મળી આળતી ખતરનાક ટાઇગર શાર્કના નામથી રાખવામાં આવ્યું છે.

નૌસેનાની પરંપરા મુજબ શિપ અને સબમરીને સેવામુકતા થયા બાદ બીજી વખત ફરી કાર્યરત કરવામાં આવે છે. આવું જ કલવરી સાથે થયું છે.

આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્રભાઇ ગઇકાલે રાત્રે ૧૧ વાગે રાજભવન પહોંચી ગયા હતા. પીએમ મોદીએ મુંબઇ રાજભવનમાં રાત્રી રોકાણ કર્યું હતુ.

(11:56 am IST)