Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

બેંક ડિપોઝીટ કબ્જે કરવામાં આવશે એવી વાતો અફવા છે મોદી

નવી દિલ્હી તા. ૧૪ : ફાઇનેન્શ્યલ રેઝોલ્યુશન એન્ડ ડિપોઝીટ ઇન્શ્યોરન્સ (FRDI) ખરડાની મદદથી સરકાર લોકોના બેંક ખાતામાંથી જમા રકમ કબજે કરી શકશે એ મુજબની વાતો અફવા હોવાની સ્પષ્ટતા વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ગઇકાલે કરી હતી. ફિક્કીના કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, સરકાર તો બેંકના ગ્રાહકોનું અને તેમની ડિપોઝીટનું રક્ષણ કરવા માંગે છે.

FRDI બિલ, ૨૦૧૭ ઓગસ્ટમાં સંસદમાં રજુ કરવામાં આવ્યું હતું અને સંયુકત સંસદીય સમિતિએનો અભ્યાસ કરી રહી છે એમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. તેમણે અફવાઓથી લોકોને ચેતવવાનો ફિક્કીને અનુરોધ પણ કર્યો હતો.

(10:08 am IST)