Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ર૦ ડોકટરોની ટીમે ૧ર કલાકની સર્જરી પછી એકબીજા સાથે જોડાયેલા ટ્વિન્સને અલગ કર્યા

હેમખેમઃ અત્યંત મુશ્કેલ એવી સર્જરી બાદ એક વર્ષ અને ત્રણ મહિનાના પ્રિન્સ અને લવ હેમેખમ છે. સર્જરી પહેલાં જયારે તેમનાં શરીર જોડાયેલાં હતાં એની અને સર્જરી બાદ તેમને છૂટાં પાડવામાં આવ્યાં એની તસવીર.

મુંબઇ તા. ૧૪: જન્મથી જોડાયેલા ટ્વિન્સ લવ અને પ્રિન્સને અત્યંત મુશ્કેલ ઓપરેશનમાં મંગળવારે વાડિયા હોસ્પિટલમાં ડોકટરોએ ૧ર કલાકની સર્જરી બાદ સફળતાપૂર્વક છુટા પાડયા હતા. વાડિયા હોસ્પિટલમાં આ પ્રકારનો આ બીજો જ કેસ હતો જેની સર્જરીમાં ર૦ ડોકટરોની ટીમ સામેલ હતી. જન્મથી જ એકબીજા સાથે શરીરથી જોડાયેલાં હોય એવાં બાળકોને છૂટાં પાડવાનું ઓપરેશન અત્યંત અઘરૃં હોય છે અને એમાં બન્નેમાંથી કોઇપણ બાળકના કોઇ અંગને નુકસાન ન પહોંચે એનું ધ્યાન રાખવું પડતું હોય છે.

ટ્વિન્સની મમ્મી શીતલ ઝાલટે જયારે ર૪ વીકની પ્રેગ્નન્ટ હતી ત્યારે જ તેને પોતાના પેટમાં એકબીજા સાથે શરીરથી જોડાયેલાં ટ્વિન્સ હોવાની જાણ થઇ હતી. પોતાને બાળકોની કેટલી ચિંતા થતી હતી. એ વર્ણવતાં શીતલે જણાવ્યું હતું કે 'મારાં બાળકોનો જન્મ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં થયો હતો. તેમનાં અનેક અંગ એકબીજા સાથે જોડાયેલાં હોવાથી હું તેમની હેલ્થ માટે ઘણી જ ચિંતિત રહેતી હતી.'

બન્ને બાળકોનાં શરીર છૂટાં પાડવાની સર્જરી હાથ ધરવામાં આવી એ પૂર્વે ઘણું જ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું. બન્ને બાળકોનાં લિવર, ઇન્ટેસ્ટાઇન અને બ્લેડર એકબીજાથી જોડાયેલાં હતાં.

વાડિયા હોસ્પિટલનાં ચીફ એકિઝકયુટિવ ઓફિસર ડોકટર મિની બોધનવાલાએ આ સર્જરી વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે 'એક વર્ષ અને ત્રણ મહિનાની કુમળી વયે લવ અને પ્રિન્સ પર આ મુશ્કેલ સર્જરી કરવામં આવી હતી. તેઓ અત્યારે પીડિયાટ્રિક ICU માં છે અને તેમની હાલત સ્થિત છે. તેમને જોડા દિવસ માટે ઓમ્બ્જવર્ગેશનમાં રાખવામાં આવશે. ત્યારબાદ તેમના પર અમુક સર્જરી કરવામં આવશે જેથી તેઓ ફિટ રહે એની ખાતરી કરી શકાય. સર્જરીમાં સૌથી મુશ્કેલ બન્ને બાળકોને કવર કરવા માટે સ્ક્રિન પ્રોવાઇડર કરવાનું હતું.'

અત્યંત રેર પ્રકારની આ સર્જરી બાદ પોતાનાં બન્ને બાળકોની હાલત સ્થિર છે એ જ ાણીને ઘાટકોપરના ઝાલટે કુટુંબની ખુશી ફૂલી નથી સમાઇ રહી.

(10:08 am IST)