Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

શરમજનકઃ પ્રિન્સીપાલ - ટીચર્સે વિદ્યાર્થીઓને પીરસ્યો દારૂ!

બેંગાલુરૂની ઘટના

બેંગ્લુરૂ તા. ૧૪ : કર્ણાટકના બેંગલુરુમાં એક શરમજનક ઘટના સામે આવી છે. તુમાકુરુના જિલ્લાની એક રાજકીય હાઈસ્કૂલના આચાર્ય અને બે શિક્ષકોને સ્ટુડન્ટ્સને કથિતપણે દારૂ પીરસવાના આરોપમાં સસ્પેન્ડ કરી દેવાયા છે.

આરોપ છે કે, વિઘાર્થીઓએ જયારે પાણી માંગ્યુ તો તેમને દારૂ પીરસવામાં આવ્યો. ઘટના હાસન પાસે ૧૦ ડિસેમ્બરના રોજ થઈ જયારે વિદ્યાર્થીઓ દક્ષિણ કન્નડ પર્યટન સ્થળોની મુલાકાત લઈ પાછા આવી રહ્યાં હતા.

આ ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓએ જણાવ્યું કે, જયારે થાકેલા વિદ્યાર્થીઓએ પાણી માંગ્યુ ત્યારે નશો કરીને બેઠેલા શિક્ષકોએ તેમને દારૂની બોટલ પકડાવી દીધી. થોડીવાર બાદ કેટલાક સ્ટુડન્ટ્સને બેચેની થવા લાગી અને કેટલાક ઉલ્ટી પણ કરવા લાગ્યા. તેમણે આ અંગે પોતાના વાલીઓને ફરિયાદ કરી અને તેઓ અધિકારીઓ પાસે ફરિયાદ લઈને પહોંચ્યા. અધિકારીઓએ જણાવ્યું કે, બોમ્મલા દેવી પુરા સ્થિત સ્કૂલમાં આ ઘટના બની છે. બુધવારે વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી ત્યારબાદ તપાસના આધારે શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા.(૨૧.૮)

(9:32 am IST)