Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

મોદી અને રાહુલે ટ્વીટ કરી મોટી સંખ્યામાં મતદાન કરવા કરી અપીલ

નવી દિલ્હી તા. ૧૪ : ગુજરાતમાં આજે બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે લોકોને મોટી માત્રામાં મતદાન કરે તે માટે વડાપ્રધાન મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી અપીલ કરી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૧૭માં આજે મધ્ય ગુજરાત અને ઉત્ત્।ર ગુજરાતની ૯૩ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી કહ્યું હતું કે, 'આજે બીજા તબક્કાની ચૂંટણીમાં દરેક ગુજરાતી લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લે અને આપણી લોકતાંત્રિક પરમ્પરાને નવીં ઉંચાઈ પર લઈ જાય.' તેમણે લોકોને મોટી સંખ્યામાં પોલિંગ બૂથ પહોંચવા અને મતદાન કરવા અપીલ કરી હતી.

જયારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ગુજરાતની જનતાને મોટી સંખ્યામાં વોટિંગ માટે અપીલ કરતા હિન્દીમાં ટ્વીટ કર્યું કે, 'તમારો એક વોટ લોકતંત્રના પાયાને વધુ સુદ્રઢ અને સશકત બનાવશે. ગુજરાતના ઉજ્જળ ભવિષ્ય માટે મોટી સંખ્યામાં મતદાન કરો.'

(9:28 am IST)