News of Thursday, 14th December 2017
નવી દિલ્હી તા. ૧૪ : સર્ચ એન્જિન ગૂગલે આજે વર્ષ ૨૦૧૭ના સર્ચ રિઝલ્ટ્સ જાહેર કર્યા. રિઝલ્ટ્સ પ્રમાણે, આ વર્ષે 'બાહુબલિ ૨: ધ કન્કલુઝન' ગૂગલ પર ટોપ ટ્રેન્ડિંગ સર્ચ કવેરી રહ્યું છે. ગૂગલ દર વર્ષે ઇયર ઈન સર્ચ જાહેર કરે છે. જેમાં વર્ષ દરમિયાન સર્ચ કરવામાં આવેલા ટ્રેન્ડસ હોય છે. તેને અલગ અલગ દેશો મુજબ જાહેર કરવામાં આવે છે. ગૂગલ મુજબ ૨૦૧૭માં એન્ટરટેઇનમેન્ટ અંગે ભારતમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવ્યું.
ગુગલમાં સૌથી વધુ સર્ચ થયેલી ફિલ્મ બાહુબલી-૨ બાદ બીજા નંબરે ઇન્ડિયન પ્રિમિયર લીગને સર્ચ કરવામાં આવી છે, તેના બાદ ત્રીજી સૌથી વધુ સર્ચ થયેલી કવેરી છે, 'લાઇવ ક્રિકેટ સ્કોર'. ટોપ ટેન કવેરીઝની લીસ્ટમાં બોલીવુડ ફિલ્મ દંગલ, બદ્રીનાથ કી દુલ્હનિયા અને હાફ ગર્લફ્રેન્ડ જેવી ફિલ્મને સર્ચ કરવામાં આવી છે. આ વર્ષે ફરી એકવાર સન્ની લિયોન ટોપ એન્ટરટેઇનર રહી, જે પછીના નંબરે યુટ્યૂબ સિંગિંગ સેન્સેશન વિદ્યા વોકસની સાથે બિગ બોસના કન્ટેસ્ટન્ટ્સ અર્શી ખાન અને સપના ચૌધરી રહ્યા.
ગુગલ પ્રમાણે આ વર્ષની ટોપ ટ્રેંગિગ સોગ્સમાં અર્જૂન કપૂર અભિનિત ફિલ્મ મુબારકાંનું ગીત 'હવા હવા' નંબર-૧ રહ્યું જયારે બીજા નંબરે 'મેરે રશ્કે કમર'ગીત રહ્યું છે.
વર્ષ ૨૦૧૬ની સરખામણીએ ૨૦૧૭માં ઓનલાઇન ટ્રાફિકમાં હાઇ સ્પાઇક ધરાવતી જે સર્ચ ટર્મ્સ છે, તેના આધારે ગૂગલે ૯ લિસ્ટ્સ જાહેર કર્યા છે જેમાં અલગ-અલગ સેકશન્સમાં આ કવેરીઝને વિભાજિત કરવામાં આવી છે. જેમાં. (૧) ટોપ ટ્રેન્ડિંગ કવેરીઝ ઓવરઓલ (૨) ટોપ ટ્રેન્ડિંગ ન્યુઝ (૩) ટોપ ટ્રેન્ડિંગ એન્ટરટેઇનર્સ (૪) ટોપ ટ્રેન્ડિંગ મુવીઝ (૫) ટોપ ટ્રેન્ડિંગ સોંગ્સ (૬) સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ (૭) ટોપ ટ્રેન્ડિંગ નીયર મી (૮) ટોપ ટ્રેન્ડિંગ હાઉ ટુ (૯) ટોપ ટ્રેન્ડિંગ વોટ ઇઝ. આ વર્ષની ટોપ 'વ્હોટ ઇઝ' કવેરીઝમાં GST, બિટકોઇન, જલિકટ્ટુ અને BS3 વેહિકલ મોસ્ટ ટ્રેન્ડિંગ થીમ્સમાં રહ્યા.(૨૧.૮)