Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ઑલ ઝારખંડ સ્ટૂડેંટ યૂનિયન (AJSU)એ પણ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું

ઝારખંડ રાજ્ય બન્યા પછી પહેલીવાર ભાજપ અને આજસૂ અલગ અલગ ચૂંટણી લડશે

નવી દિલ્હીઃ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલા એક પછી એક ભાજપના સાથી દળો અલગ થઈ રહ્યા છે. ઑલ ઝારખંડ સ્ટૂડેંટ યૂનિયન (AJSU)એ પણ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું છે . ભાજપ અને આજસૂ વચ્ચે કેટલાય દિવસોથી સીટ વહાંચેણીને લઈ મતભેદની સ્થિતિ હતી. ગુરુવારે દિલ્હીમાં અમિતભાઈ  શાહ સાથે પ્રદેશ ચૂંટણી પ્રભારી ઓમ માથુરની બેઠકમાં ગઠબંધન તોડવાનો ફેસલો લેવામાં આવ્યો.હતો

  આજસૂએ 17 સીટની માંગ કરી હતી, પરંતુ ભાજપ 10 સીટથી વધુ આપવા માટે તૈયાર નહોતું. જેને લઈ બંને દળ વચ્ચે ટકરાવની સ્થિતિ પેદા થઈ હતી. 2000માં ઝારખંડ અલગ બન્યા બાદથી જ આજસૂ અને ભાજપ સાથે મળી ચૂંટણી લડી રહ્યા હતા. નવું રાજ્ય બન્યા બાદ ભાજપ અને આજસૂ ગઠબંધન એક સાથે આવ્યું હતું. ઝારખંડ રાજ્ય બન્યા પછી પહેલીવાર ભાજપ અને આજસૂ અલગ અલગ ચૂંટણી લડશે.

  ભારતીય જનતા પાર્ટી હવે ઝારખંડની તમામ 80 વિધાનસભા સીટ પર ચૂંટણી લડશે. આજસૂ પહેલા એનડીએના તેના સાથી જેડીયૂ અને લોજપાન પણ ઝારખંડમાં એકલા જ ચૂંટણી લડવાનું એલાન કરી ચૂક્યા છે.

(9:15 pm IST)