Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ચેકપોસ્ટ નાબૂદીની સાથે સાથે

શિખવું લાયસન્સ સરળરીતે મળી શકશે

અમદાવાદ, તા. ૧૪ : ગુજરાત સરકારે આજે ઐતિહાસિક નિર્ણય કર્યો હતો જે હેઠળ વાહન વ્યવહાર ખાતા હસ્તકની ૧૬ ચેકપોસ્ટો કાયમી ધોરણે ૨૦મી નવેમ્બરથી નાબૂદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ચેકપોસ્ટ નાબૂદ કરવાથી રાજ્ય સરકાર રોડ સેફ્ટી માટે કોઇ સમાધાન કરવામાં આવશે નહીં. બીજી બાજુ આજે શ્રેણીબદ્ધ મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરવામાં આવી હતી જેના ભાગરુપે આરટીઓની નવી સાત સેવાઓ અરજદારોને ઘેરબેઠા મળી શકશે. ગુજરાત સરકારના આજે મહત્વપૂર્ણ નિર્ણય રહ્યા હતા તે પૈકી નિર્ણય નીચે મુજબ છે.

ચેકપોસ્ટ નાબૂદીનો નિર્ણય

*          ગુજરાતે ઐતિહાસિક નિર્ણય કરી વાહન વ્યવહાર ખાતાની ૧૬ ચેકપોસ્ટ કાયમી ધોરણે ૨૦મી નવેમ્બરથી નાબૂદ કરવાનો નિર્ણય કર્યો

*          ઓવર ડાયમેન્શન કાર્ગો મોડ્યુલ પર વાહન માલિક કે ટ્રાન્સપોર્ટર વાહન અને માર્ગ સંબંધિત સ્વૈચ્છિક જાહેરાત દ્વારા વાહન અને માલની લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈ જાહેર કરી શકશે અને ભરવાપાત્ર રકમ ઓનલાઈન ભરી શકશે

*          વાહન માલિક ખોટી માહિતી ઓનલાઈન જાહેર કરશે અને પકડાશે તો બમણા દંડની વસુલાત કરાશે

*          ઓડીસ મોડ્યુલ દ્વારા બસ અને ટેક્સી મેક્સીની ટેક્સ અને ફી પણ ઓનલાઈન ફરી શકાશે. ઓનલાઈન ભરાતા ટેક્સ અને ફીની ચુકવણી ક્યુઆર કોડ સ્કેનરથી થશે. રશીદ સાથે કોઇ ચેડા થઇ શકશે નહીં

*          ચેકપોસ્ટ નાબૂદ કરવાથી રાજ્ય સરકાર રોડ સેફ્ટી માટે કોઇ સમાધાન કરવામાં નહીં આવે

*          પ્રચાર પ્રસારથી અન્ય રાજ્યના ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ટ્રક એસોસિએશનને માહિતી અપાઈ

*          ચેકપોસ્ટના વિકલ્પરુપે વાહન માલિકો અને ટ્રાન્સપોર્ટરો ઉપર વિશ્વાસ મુકાશે

*          ગુજરાત રાજ્ય દેશના વાહન વ્યવહાર મામલે વધુ પારદર્શક બનશે

શિખવુ લાયસન્સ આઈટીઆઈ જારી કરશે

*          શિખવુ લાયસન્સ આઈટીઆઈ કક્ષાએ ઇશ્યુ કરાશે

*          હાલ શિખવુ લાયસન્સ આરટીઓ કચેરી ખાતેથી ઇશ્યુ કરવામાં આવે છે. હવે આઈટીઆઈ કક્ષાએથી ઇશ્યુ થશે

*          આરટીઓમાં એપોઇન્ટમેન્ટ લીધેલી હોય તો તે કચેરીમાં પ્રોસેસ કરી કાર્યવાહીને પૂર્ણ કરાશે

*          ગુજરાત રાજ્યની ૨૮૭ આઈટીઆઈ પૈકી ૨૨૧ આઈટીઆઈમાં શિખવુ લાયસન્સની કામગીરી કરાશે

*          વર્ષે આઠ લાખ લોકોને આરટીઓ આવવાની રૂ રહેશે નહીં

*          લોકોને મોટાભાગે તાલુકા કક્ષાથી દૂર જવાની રૂ પણ પડશે નહીં

*          અરજદાર દ્વારા શિખવુ લાયસન્સની અરજી અને ફીની કામગીરી ઓનલાઈન કરવાની રહેશે

*          શિખવુ લાયસન્સની કામગીરી માટે અરજદાર પાસે હાલની વધારાની ફી સિવાય કોઇપણ વધારાની ફી વસુલ કરાશે નહીં

*          સરકારી ૨૯ પોલિટેકનિક ખાતે ૨૫મી નવેમ્બરથી શિખવું લાયસન્સ ઇશ્યુ કરાશે

-ચલણ

*          આરટીઓ ચલણની કામગીરી મેન્યુઅલ પદ્ધતિના બદલે ૨૦મી નવેમ્બરથી -ચલણ ઉપર હેન્ડ હેલ્ડ ડિવાઇસથી થશે

*          ચેકિંગ અધિકારીઓને હેન્ડ હેલ્ડ ડિવાઇસથી સજ્જ કરાશે

*          હેન્ડહેલ્ડ ડિવાઇઝના ઉપયોગ દ્વારા આરટીઓની કામગીરીમાં પારદર્શકતા અને અસરકારતા આવશે

*          એન્ફોર્સમેન્ટની કામગીરી મનસ્વીપણે થઇ શકશે નહીં

*          ગુનાવાર દરોની ગણતરી ઓટોમેટિક થશે

*          દંડ કરવાની કાર્યવાહીમાં આડેધડ નિર્ણય થઇ શકશે નહીં

*          ચેકપોસ્ટ પર કર અને ફી વસુલાતની કામગીરી બંધ થશે

*          નવી વ્યવસ્થામાં અરજદારે કોઇ વધારાનું પેમેન્ટ કરવાનું રહેશે નહીં

*          વાહન નોંધણી, ફેન્સી નંબરો, સ્પેશિયલ પરમિટ, એનઓસી સહિતની રૂરી સેવાઓ ઘેર બેઠા મળશે

*          ડ્રાઇવિંગ લાયસન્સનું રિન્યુઅલ કામ પણ ઘેરબેઠા થશે

(8:34 pm IST)