Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

સબરીમાલા કેસ : મહિલાઓની એન્ટ્રી નો કેસ મોટી બેંચને સુપરત

મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશ અંગે નિર્ણય અટવાયો : પોતાના નિર્ણય પર ફેરવિચારણા કરવાના મામલાને સુપ્રીમ કોર્ટે પાંચ જજની મોટી બેંચને સોંપી દીધો : કુલ ૬૫ અરજીઓ પર ઉંડી સુનાવણી હાથ ધરાઈ

નવીદિલ્હી,તા. ૧૪ : ઐતિહાસિક સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓના પ્રવેશને મંજુરી આપવાનો મામલો હવે અટવાઇ પડયો છે. કારણ કે સુપ્રીમ કોર્ટે આજે આ અંગે ચુકાદો આપ્યો ન હતો. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય પર ફેરવિચારણા કરવા સાથે સંબંધિત મામલાને સુપ્રીમ કોર્ટની જ પાંચ જજની બેંચને સોંપી દેવાનો આદેશ કર્યો હતો. આની સાથે જ આ નિર્ણય અટવાયો હતો. હવે સુપ્રીમ કોર્ટની સાત જજની બેંચ દ્વારા અંતિમ ચુકાદો આપવામાં આવનાર છે. બે જજની સહમતિ બાદ મામલાને મોટી બેંચને સોંપી દેવાનો ચુકાદો આપવામાં આવ્યો હતો. જસ્ટિસ આરએસ નરિમન, જસ્ટિસ એએમ ખાનવીલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાની બંધારણીય બેંચ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો.

                       કેરળમાં આ ચુકાદાને લઇને અગાઉ હિંસા થઇ હતી જેથી સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે આ મામલાને મહિલાઓના અધિકારોની સુરક્ષા સાથે જોડવામાં આવ્યો હતો. ૨૮મી સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટના ચુકાદાની સામે હિંસક વિરોધ પ્રદર્શન પછી ૫૬ ફેરવિચારણા અરજી સહિત ૬૫ અરજી દાખલ કરવામાં આવી હતી. આ તમામ અરજીઓ પર ચીફ જસ્ટીસ રંજન ગોગોઇના નેતૃત્વમાં પાંચ જજની બંધારણીય બેંચ દ્વારા આજે આ ચુકાદો આપવામાં આયો છે. બંધારણઁીય બેંચે છઠ્ઠી ફેબ્રુઆરીના દિવસે આ મામલે ચુકાદો સુનાવણી પૂર્ણ કરી લીધા બાદ અનામત રાખ્યો હતો. આ અરજી પર સુનાવણી કરવામાં આવ્યા બાદ હિંસા થઇ હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કેરળમાં ભારે હિંસા થઇ હતી. સબરીમાલાના કેસમાં સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૮માં ૨૮મી સપ્ટેમ્બરના દિવસે ૧૦થી ૫૦ વર્ષની વયની વચ્ચેની મહિલાની એન્ટ્રી પરના પ્રતિબંધને ઉઠાવી લીધો હતો. આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરીમાં કોર્ટ દ્વારા ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.અત્રે નોંધનીય છે કે ૨૮મી સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યુ હતુ કે કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓ એન્ટ્રી કરી શકશે.

                      મહિલાઓને પ્રવેશની મંજુરી આખરે મળી ગઇ હતી. પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે અમારી સંસ્કૃતિમાં મહિલાનુ સ્થાન આદરણીય છે. અહીં મહિલાઓને દેવીની જેમ પુજવામાં આવે છે અને મંદિરમાં પ્રવેશ કરવાથી રોકવામાં આવી રહી હતી.  સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ૪-૧ની બહુમતિ સાથે આવ્યો હતો.એ વખતે ફેંસલો  વાંચતા ચીફ જસ્ટીસે કહ્યુ હતુ કે ભગવાન અયપ્પા ના ભક્તો હિન્દુ છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં એવી જોગવાઈને પડકાર ફેંકવામાં આવ્યો હતો કે, મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની વયની મહિલાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ હતો. આ પહેલા સુપ્રીમ કોર્ટમાં સબરીમાલા મંદિર મામલાની સુનાવણી દરમિયાન કોર્ટ સલાહકાર રાજુ રામચંદ્રને કહ્યું હતું કે, મંદિરમાં મહિલાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ એવી જ રીતે છે જે રીતે દલિતોની સાથે અસ્પૃશ્યતાનો મામલો રહેલો છે. સુપ્રીમ કોર્ટમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર મુકવામાં આવેલા પ્રતિબંધને દૂર કરીને અગાઉ તમામ વયની મહિલાઓને મંજુરી અપાઈ હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ફેરવિચારણા કરવા ૧૯ રિવ્યુ પિટિશન કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, હાઈકોર્ટે પ્રતિબંધને યોગ્ય ગણાવ્યો હતો. બંધારણમાં અસ્પૃશ્યતાની સામે તમામને રક્ષણ મળેલું છે.

(7:50 pm IST)