Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

અમેરિકામાં શીખો વિરુધ્ધ આચરતા હેટ ક્રાઇમમાં ત્રણ ગણો વધારો : યહુદી ,મુસ્લિમ અને શીખો હેટ ક્રાઇમનો વધુ શિકાર બનતા હોવાનો ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન(FBI) નો અહેવાલ

વોશિંગટન : અમેરિકામાં 2018 ની સાલમાં હેટ ક્રાઇમના બનાવોમાં ત્રણ ગણો વધારો થયો છે તેવું  ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન(FBI) ના  અહેવાલ દ્વારા જાણવા મળે છે.અહેવાલમાં જણાવાયા મુજબ એક વર્ષમાં લેટિન મૂળના લોકોની વિરુદ્ધ સૌથી વધુ હેટ ક્રાઈમની ઘટનાઓ થઈ. જ્યારે મુસ્લિમ, યહુદી અને શીખ પણ મોટી સંખ્યામાં હેટ ક્રાઈમના શિકર થયા છે. 2017થી 2018ની વચ્ચે શીખો વિરુદ્ધ નફરત ભર્યા અપરાધિક મામલા ત્રણ ગણા વધ્યા.  2017માં શીખોની વિરુદ્ધ 20 હેટ ક્રાઈમની ઘટનાઓ સામે આવી હતી, જયારે 2018માં આવા ગુનાઓની સંખ્યા 60 સુધી પહોંચી ગઈ છે. અમેરિકામાં સૌથી વધુ હેટ ક્રાઈમની ઘટનાઓ યહુદીઓ (56.9 ટકા) અને મુસ્લિમો(14.6 ટકા)ની સાથે થઈ. જ્યારે ત્રીજા નંબર શીખ(4.3 ટકા) છે.

(7:29 pm IST)