Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ભારત, રશિયા, ચીનનો કચરો તરીને લોસ એન્‍જલસ આવી રહ્યો છેઃ ટ્રમ્‍પ

ન્‍યૂયોર્ક, તા.૧૪:  અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ઔદ્યોગિક કચરાના નિકાલને લઈને ભારત, ચીન અને રશિયા પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ચીન, ભારત અને રશિયા જેવા દેશ પોતાની ચિમની અને ઔદ્યોગિક પ્‍લાન્‍ટની સફાઈ માટે કંઈ નથી કરતા અને જે કચરો તેઓ દરિયામાં ઠાલવી દે છે તે તરીને લોસ એન્‍જલસ સુધી આવી જાય છે.

તેમણે કહ્યું કે, ‘આપણી પાસે પ્રમાણમાં ઓછી જમીન છે. જો તમે તેની સરખામણી ચીન, ભારત અને રશિયા અને અન્‍ય દેશો સાથે કરો, તો તેમણે પોતાની ચિમનીઓ અને ઔદ્યોગિક પ્‍લાન્‍ટને સાફ કરવા માટે કંઈ નથી કર્યું અને જે કચરો તે દરિયામાં ફેકી રહ્યા છે, તે તરીને લોસ એન્‍જલસ સુધી આવી રહ્યો છે.'

ટ્રમ્‍પે ક્‍લાઈમેન્‍ટ ચેન્‍જને દ્યણો જટીલ મુદ્દો જણાવતા કહ્યું કે, તેઓ દ્યણા પ્રકારથી પોતાને પર્યાવરણવિદ માને છે, પછી તમે વિશ્વાસ કરો કે ન કરો. ટ્રમ્‍પે મંગળવારે ન્‍યૂયોર્કમાં ઈકોનોમિક ક્‍લબમાં કહ્યું કે, ‘એટલે  હું જળવાયુ વિશે દ્યણું વિચારું છું. હું ધરતી પર સ્‍વચ્‍છ હવા ઈચ્‍છું છું અને મારી પાસે સ્‍વચ્‍છ હવા અને પાણી હોવા જોઈએ.

ટ્રમ્‍પે અહીં ઉપસ્‍થિત લોકોને કહ્યું કે, અમેરિકા એકતરફી અને ડરામણી પેરિસ ક્‍લાઈમેન્‍ટ સંધિથી પોતાને અલગ કરી લીધું, જેનાથી અમેરિકનોની નોકરીઓને બરબાદ કરી દીધી અને વિદેશ પ્રદૂષકોનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે, પેરિસ ક્‍લાઈમેન્‍ટ એગ્રિમેન્‍ટ અમેરિકા માટે ખતરનાક હતો, આ ડીલથી અમેરિકાને દ્યણા ટ્રિલિયન ડોલરનું નુકસાન થાય છે.

ટ્રમ્‍પે કહ્યું કે, ‘આ દ્યણું ખોટું છે. તે ચીનને ૨૦૩૦ સુધી નહીં તોડે. ૯૦ના દાયકા વિશે વિચારી રહ્યો છું, જયારે દુનિયામાં સૌથી વધુ પ્રદૂષિત વર્ષ હતું. ભારતને આપણે રૂપિયા આપવા પડશે, કેમકે તે વિકાસશીલ દેશ છે.' તેમણે અમેરિકાને પણ વિકાસશીલ દેશ જણાવ્‍યો.

(4:00 pm IST)