Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

૫૫૦માં પ્રકાશોત્સવ નિમિત્તે બની ૫૫૦ ફુટ લાંબી કેક

તાજેતરમાં ગુરુ નાનક દેવજીના ૫૫૦મા પ્રકાશોત્સવ નિમિત્ત્।ે બે જગ્યાએ કેક બનાવવાનો રેકોર્ડ બન્યો હતો. ચંડીગઢના સેકટર ૧૯માં આવેલા એક ગુરુદ્વારા સાહિબમાં ૫૫૦ કિલોગ્રામની કેક બની હતી. પંદર કારીગરોએ બે દિવસ મહેનત કરીને આ કેક તૈયાર કરી હતી. બીજી તરફ પટિયાલાના રાજપુરમાં ૫૫૦ ફુટની લાંબી કેક તૈયાર કરવામાં આવી હતી જે પંદર કારીગરોએ બાર કલાકમાં બનાવી હતી. આ બન્ને કેક અરદાસ પછી લંગરમાં આવેલા લોકોમાં વહેંચી દેવામાં આવી હતી.

(3:33 pm IST)