Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

સબરીમાલા : ટાઈમલાઈન

દશકોથી મંદિરમાં પ્રવેશને લઇ વિવાદ રહ્યો છે

નવીદિલ્હી,તા. ૧૪ : ઐતિહાસિક સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓના પ્રવેશને મંજુરી આપવાનો મામલો હવે અટવાઇ પડયો છે. કારણ કે સુપ્રીમ કોર્ટે આજે આ અંગે ચુકાદો આપ્યો ન હતો. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય પર ફેરવિચારણા કરવા સાથે સંબંધિત મામલાને સુપ્રીમ કોર્ટની જ પાંચ જજની બેંચને સોંપી દેવાનો આદેશ કર્યો હતો. આની સાથે જ આ નિર્ણય અટવાયો હતો. હવે સુપ્રીમ કોર્ટની સાત જજની બેંચ દ્વારા અંતિમ ચુકાદો આપવામાં આવનાર છે. સબરીમાલા કેસનો ઘટનાક્રમ નીચે મુજબ છે.

વર્ષ ૧૯૯૧

કેરળ હાઈકોર્ટે સબરીમાલા મંદિરમાં ચોક્કસ વય ગ્રુપની મહિલાઓના પ્રવેશ પર નિયંત્રણના આદેશને યોગ્ય ઠેરવીને ચુકાદો આપ્યો હતો. સબરીમાલા મામલામાં ૧૦થી ૫૦ વર્ષની વયની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધને લઇને વિવાદ રહ્યો છે. ૮૦૦ વર્ષ જૂના મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઇને વિવાદ પણ એટલો જ જુનો રહેલો છે

વર્ષ ૨૦૦૬

ઇન્ડિયન્સ યંગ લોયર્સ એસોસિએશન દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સબરીમાલામાં ભગવાન અયપ્પાના મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની વયની મહિલાઓના પ્રવેશની ખાતરી કરવા જરૂરી આદેશ આપવા રજૂઆત કરી હતી. મહિલાઓના અધિકારની સુરક્ષાને લઇને આ મુજબની દલીલો કરવામાં આવી હતી

વર્ષ ૨૦૦૭

કેરળમાં એલડીએફની સરકારે મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ સામે પ્રશ્નો કરતી જાહેરહિતની અરજીઓને ટેકો આપીને એફિડેવિટ દાખલ કરી હતી જેને લઇને આ સમગ્ર મામલો વધુ ગરમ બન્યો હતો અને રજૂઆતોનો દોર શરૂ થયો હતો

વર્ષ ૨૦૧૬

કોંગ્રેસના નેતૃત્વમાં યુડીએફે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, શ્રદ્ધાળુઓના ધર્મની પ્રથાના અધિકારનું રક્ષણ કરવા તેની ફરજ રહેલી છે. મંદિરમાં મહિલાઓના પ્રવેશને મંજુરી આપવા અને મંદિરમાં મહિલાઓને પ્રવેશની મંજુરી નહીં આપવાના વર્ગો વચ્ચે વિખવાદ થયો હતો વર્ષ ૨૦૧૭

મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ કેસને બંધારણીય બેંચને સોંપી દીધો હતો

૨૮મી સપ્ટેમ્બર ૨૦૧૮

સુપ્રીમ કોર્ટ દ્વારા એકપછી એક ઐતિહાસિક ચુકાદા આપવાનો સિલસિલો જારી રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યુ હતુ કે કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓ એન્ટ્રી કરી શકશે. મહિલાઓને પ્રવેશની મંજુરી આખરે મળી ગઇ છેે. કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ છે કે દરેક વયન મહલાઓ હવે મંદિરમાં પ્રવેશ કરી શકશે. પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે અમારી સંસ્કૃતિમાં મહિલાનુ સ્થાન આદરણીય છે. અહીં મહિલાઓને દેવીની જેમ પુજવામાં આવે છે અને મંદિરમાં પ્રવેશ કરવાથી રોકવામાં આવી રહી હતી.

૧૭મી ઓક્ટોબર ૨૦૧૮

૧૦થી ૫૦ વર્ષની વયની મહિલાઓ પૈકીની કેટલીક મહિલાઓ બળજબરીપૂર્વક મંદિરની અંદર પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ મહિલાઓને સુરક્ષા દળોએ બળનો પ્રયોગ કરીને અંદર પ્રવેશવાની મંજુરી આપી ન હતી. તંગદિલી પણ ફેલાઈ હતી

૨૧મી ઓક્ટોબર ૨૦૧૮

ત્રણ મહિલાઓએ મંદિરની અંદર પ્રવેશ કરી લેવામાં લગભગ સફળતા મેળવી લીધી હતી. ધમકી આપવામાં આવ્યા બાદ આ મહિલાઓએ પ્રવેશ કરી લીધો હતો. જો કે, આને લઇને જોરદાર હોબાળો શ્રદ્ધાળુઓએ પણ મચાવ્યો હતો

બીજી જાન્યુઆરી ૨૦૧૯

૪૦ વર્ષની વયની બે મહિલાઓએ ભગવાન અયપ્પાના મંદિરમાં પ્રવેશ કરી લીધો હતો અને વિશેષ પ્રાર્થના અને પૂજા પણ કરી લીધી હતી

છઠ્ઠી ફેબ્રુઆરી ૨૦૧૯

સુપ્રીમ કોર્ટે તેના ચુકાદાની સમીક્ષા કરવાની માંગ કરતી અરજીઓ ઉપર સુનાવણી કરતી વેળા ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટ મહિલાઓના પ્રવેશને મંજુરી આપવાના કોર્ટના ચુકાદામાં સુનાવણી કરી રહી હતી.

૧૪મી નવેમ્બર ૨૦૧૯

ઐતિહાસિક સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓના પ્રવેશને મંજુરી આપવાનો મામલો હવે અટવાઇ પડયો છે. કારણ કે સુપ્રીમ કોર્ટે આજે આ અંગે ચુકાદો આપ્યો ન હતો. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય પર ફેરવિચારણા કરવા સાથે સંબંધિત મામલાને સુપ્રીમ કોર્ટની જ પાંચ જજની બેંચને સોંપી દેવાનો આદેશ કર્યો હતો. આની સાથે જ આ નિર્ણય અટવાયો હતો. હવે સુપ્રીમ કોર્ટની સાત જજની બેંચ દ્વારા અંતિમ ચુકાદો આપવામાં આવનાર છે.

(7:53 pm IST)