Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

RTOના ધક્કા બચશેઃ સરકારના ૩ મહત્વના નિર્ણયો

લોકોએ લર્નિંગ લાયસન્સ માટે આરટીઓએ જવાની જરૂર નહીં પડેઃ હવેથી આઇટીઆઇ અને પોલીટેકનિકમાં લર્નિંગ લાયસન્સ મળશે : ઓનલાઇન સેવામાં ૭ સેવાઓનો ઉમેરો કરાયોઃ રાજ્યની તમામ ચેકપોસ્ટો દૂર કરવામાં આવીઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના પ્રજાલક્ષી નિર્ણયો

લર્નિંગ લાઇસન્સ તાલુકા મથકેથી મળશે,રપમીથી ર૯ પોલીટેકનિકમાંથી પણ મળશે

કાલથી આઇ.ટી.આઇ. ખાતેથી શિખાઉ લાયસન્સ મળશે

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૪: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જાહેર કર્યા મુજબ હાલમાં શિખાઉ લાયસન્સની કામગીરી ૩૬ આર.ટી.ઓ. કચેરીથી થતી હતી. જે હવે રર૧ આઇ.ટી.આઇ. ખાતેથી શરૂ થશે. દર વર્ષે ૮ લાખ લોકોને જિલ્લા મથકો લાયસન્સ લેવા માટે આવવું પડતું હતું તે તાલુકા મથકેથી શિખાઉ લાયસન્સ મળી શકશે.

 શિખાઉ લાયસન્સની કામગીરી તા. ૧પ-૧૧-ર૦૧૯ થી આઇ.ટી.આઇ. ખાતેથી શરૂ કરવામાં આવશે.

 રાજયની કુલ-રર૧ આઇ.ટી.આઇ. ખાતે શિખાઉ લાયસન્સની કામગીરી માટે નિયત કરવામાં આવેલ છે.

 અરજદારે parivahan.gov.in પર જઇ અરજી અને ચૂકવણું ઓનલાઇન કરવાનું રહેશે.

 શિખાઉ લાયસન્સ માટે આઇ.ટી.આઇ.ના સ્થળ અને સમયની વિગત  cot.gujarat.gov.in પર મળી શકશે.

 આ નવી વ્યવસ્થામાં અરજદારે કોઇ વધારાનું પેમેન્ટ કરવાનું રહેશે નહીં.

 વધારાની વિગતો માટે વેબસાઇટ cpt.gujarat.gov.in અને rtogujarat.gov.in પર મેળવી શકાશે.

 તા. રપ-૧૧-ર૦૧૯ થી શિખાઉ લાયસન્સની કામગીરી ગુજરાત સરકાર ર૯ પોલીટેકનીક ખાતેથી કરવામાં આવશે.

આર.ટી.ઓ. હાઇટેક યુગમાં: 'ઇ ચલણ' હેન્ડ હેલ્ડ ડીવાઇસથી

કયા વાહન ચાલકે કેટલી વખત નિયમ ભંગ કર્યો તેનો રેકોર્ડ તૈયાર થશે

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૪: ઇ-ચલણ અને હેન્ડ હેલ્ડ ડીવાઇસના ઉપયોગ દ્વારા આર.ટી.ઓ.ની એન્ફોર્સમેન્ટની કામગીરીમાં કોમ્પ્રીહેન્સીવ અભિગમનો અમલ થશે જેમાં કાર્યક્ષમતા, પારદર્શિતા, ઝડપી વસુલાતની અસરકારક કામગીરી અને ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન મળશે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જાહેર કર્યું છે.

 આર.ટી.ઓ. ચલણની કામગીરી મેન્યુઅલ પધ્ધતિને બદલે તા. ર૦-૧૧-ર૦૧૯ થી ઇ-ચલણ ઉપર હેન્ડ હેલ્ડ ડીવાઇસથી થશે.

 ચેકીંગ અધિકારીઓને હેન્ડ હેલ્ડ ડીવાઇસીસથી સુસજજ કરવામાં આવશે.

 હેન્ડ હેલ્ડ ડીવાઇસના ઉપયોગ દ્વારા આર.ટી.ઓ.ની કામગીરીમાં પારદર્શકતા કાર્યક્ષમતા આવશે. એન્ફોર્સમેન્ટની કામગીરી મનસ્વીપણે નહીં થઇ શકે. ગુન્હાવાર દરોની ગણતરી ઓટોમેટીક થશે. દંડ કરવાની કાર્યવાહીમાં મનઘડત રીતે કરી શકશે નહીં.

કચેરીએ વર્ષે ૪ર લાખ લોકોનો ધસારો ઘટશેઃ ડ્રાઇવીંગ લાયસન્સ ઓનલાઇન

વાહન સબંધી કચેરીની ૭ સેવાઓ ઘરે બેઠા મળશે

ગાંધીનગર તા. ૧૪ : હાલમાં વાહનની નોંધણી, ફેન્સી નંબરો, સ્પેશીયલ પરમીટ, ટેમ્પરરી પરમીટ, વાહનનું  એન.ઓ.સી.ટેક્ષ અને ફીની ચુકવણી સહીત કુલ રપ લાખ લોકો આર.ટી.ઓ. કચેરી રૂબરૂ આવ્યા સિવાય ઘેરબેઠા આ સેવાનો લાભ મેળવી રહ્યા છે.ે હાલની રપ લાખ અને આજે જાહેર કરવામાં  આવનાર સેવાઓ દ્વારા ૧૭ લાખ મળી કુલ ૪ર લાખ લોકો વર્ષમાં આર.ટી.ઓ. કચેરી ખાતે આવતા ઓછાં થશે તેમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જાહેર કર્યુ છ.ે

ડ્રાઇવીંગ લાયસન્સનું રીન્યુઅલ, ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ, ડ્રાઇવીંગ લાયસન્સની માહિતી, ડ્રાઇવીંગ લાયસન્સનું રીપ્લેશમેન્ટ.

વાહન માટે ડુપ્લીકેટ આર.સી.વાહન સંબંધિત માહિતી અને હાઇપોથીકેશન રીમુવલની કામગીરી.

ઉપરની કુલ ૭ સેવાઓનો લાભ દર વર્ષે ૧૭ લાખ લોકોને મળશે લોકોનો સમય શકિત અને સંશાધનોનો બચાવ થશે.

અરજદારનો વાહન અને લાયસન્સ સંબંધિત સેવાઓ માટે પોતાના મોબાઇલથી one Time Password મેળવવાનો રહેશે.

વધારાની વિગતો માટે વેબસાઇટ cot.gujarat.gov.in  અને rtogujarat.in પર મેળવી શકાશે.

(3:22 pm IST)
  • મંગળવાર જાવેદ અલી રાજકોટીયનોને ડોલાવશે : ૧૯મી નવેમ્‍બરે મ્‍યુ.કોર્પોરેશનનાં સ્‍થાપના દિને બોલીવુડ સીંગર મ્‍યુઝીકલ નાઇટ યોજાશેઃ ત્રણેય ઝોન કચેરીઓ રોશનીથી ઝળહળશે access_time 11:11 am IST

  • ઇસરો એકશન મોડમાં: આવતા વર્ષે ચંદ્રયાન-રનાં લોન્ચીંગની તૈયારી શરૂ access_time 12:39 pm IST

  • બ્રિક્સ સંમેલનમાં પુતિનનને મળ્યા પીએમ મોદી : શી જિનપિંગ સાથે પણ મુલાકાત કરશે : વડાપ્રધાન મોદી 11માં બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા બ્રાઝિલની રાજધાની પહોંચ્યા : પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા access_time 1:07 am IST