Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

UAE માં પત્ની ઉપર જોરજુલમ કરવા અને હિંસા આચરવા બદલ ભારતીય મૂળના પતિની ધરપકડ : પત્નીએ સોશિઅલ મીડિયા ઉપર વિડિઓ મુક્યો : પોલીસે તાત્કાલિક પગલું લીધું

શારજાહ : UAE ના શારજાહમાં ભારતીય મૂળની મહિલા 33 વર્ષીય જસ્મીન સુલતાને માર મારી રહેલા તેના પતિ 47 વર્ષીય મોહમ્મદ ખીઝરનો વિડિઓ સોશિઅલ મીડિયા ઉપર મુક્યો હતો તથા પોતાની ડાબી આંખમાંથી લોહી નીકળી રહ્યું હોવાથી મદદ માંગી હતી.જેનો પોલીસ ડિપાર્ટમેન્ટે તુરત જ પ્રતિભાવ આપ્યો હતો તથા સ્થળ ઉપર જઈ પતિની ધરપકડ કરી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:52 pm IST)