Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

રાફેલ કાંડઃ મોદી સરકારને કલીનચીટ : ડીલની નહિ થાય તપાસ

સુપ્રિમ કોર્ટે ૧૪ રાફેલ લડાકુ વિમાન સોદાને યથાવત -બહાલ રાખતા પોતાના ૧૪ ડિસેમ્બર ૨૦૧૮ના ફેંસલા વિરૂધ્ધ દાખલ સમીક્ષા પુનઃ વિચાર અરજીઓ ફગાવી દીધી : CJIના નેતૃત્વવાળી પીઠના મતે આવી ડીલની અલગથી તપાસની જરૂર નથીઃ કોર્ટે કેન્દ્રની દલીલોને તર્કસંગત-પર્યાપ્ત ગણી : કોંગ્રેસ -રાહુલ ગાંધી દેશની માફી માંગેઃ ભાજપ

નવી દિલ્હી,તા.૧૪: સુપ્રીમ કોર્ટે રાફેલ ડિલ પર કેન્દ્રની મોદી સરકારને મોટી રાહત આપી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતા વાળી બેંચે રાફેલ મામલે પુનઃ વિચારણા અરજી ફગાવી દીધી છે. રાફેલ મુદ્દે વકિલ પ્રશાંત ભૂષણ દ્વારા કરાયેલી આ પુનઃ વિચારણા અરજી પર પૂર્ણ વિરામ આવી ગયું છે.

રાફેલ ડિલ મામલે સુપ્રીમ કોર્ટે ૨૦૧૮ના આદેશ પર વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ સહિત અન્ય લોકો તરફથી કરવામાં આવેલ પુનઃ વિચારણા અરજી દાખલ કરાઇ હતી. આ મામલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની ખંડપીણે ચૂકાદો સંભળાવ્યો છે.  લોકસભા ચૂંટણીની સભાઓમાં રાફેલનો મુદ્દો બહુ ચગ્યો હતો. ફ્રાંસ સાથે રાફેલ વિમાન ખરીદવાની પ્રક્રિયાને લઇને બે જનહિત અરજી દાખલ કરાઇ હતી. જેમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવામાં આવ્યો હતો. આ સિવાય રાફેલ વિમાનની કિંમત, કોન્ટ્રાકટ, કંપની ભૂમિકા પર સવાલ ઉભો થયો હતો.

રાફેલડીલ પર સુપ્રીમકોર્ટે મોદી સરકારને બીજીવાર કલીનચછટ મળ્યા બાદ બીજેપીએ કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો છે. સુપ્રીમ કોર્ટના નીર્ણય પર દાખલ કરેલી પુનવિર્ચાર અરજીઓ ફગાવી હોવાને પક્ષે સત્યની જીત ગણાવી છે. બીજેપીના નેતા હોવાને પક્ષે સત્યની જીથ ગણાવી છે. બીજેપીના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસના રાફેલ વિરોધની પાછળ કાવતરૂ ગણાવ્યું છે. તેઓએ કહ્યું કે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશનમાં માફી માંગવી જોઇએ. ેતેઓએ  કોંગ્રેસની નિયત પરસવાલ ઉભા કરીને કહ્યું કે ડિફેન્સ કોન્ટ્રાકટમાં લેવાનો કોંગ્રેસનો ઇતિહાસ રહ્યો છે. જે લોકો કોન્ટ્રાકટમાં સફ થયા નથી, તેઓએ પ્રયત્ન પણ કર્યા હતા. તેને પણ મોડુ કરાવો

જોકે સુપ્રીમ કોર્ટે રાફેલના મામલે કોઇ દખલ કરી શકે નહીં, આ સાથે ખરીદ પ્રક્રિયાને લઇને કોઇ સવાલ ઉભો કરવામાં આવ્યો નહોતો. જેને લઇને સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં સરકાર પર સુપ્રીમ કોર્ટને ગુમરાહ કરવાનો આરોપ લગાવામાં આવ્યો હતો.

(3:23 pm IST)