Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

આત્મઘાતી ચોરના ઉડયા ''ફુરચા''!

ગજબનાક ચોર બંધ મકાનમાં ''બોંબ'' લઇને પ્રવેશ્યો અને જીવ ગુમાવ્યો

બીજનોર તા.૧૪ : રાજસ્થાનના બિજનોરના ચાંદપુર વિસ્તારમાં બે વર્ષ પહેલા મૃત્યુ પામેલ તબીબના બંધ મકાનમાં એક ચોર ચોરી કરવા માટે સાથે બોંબ લઇને આવ્યો હતો. પરંતુ ચોરી કરતી વેળાએજ બોંબ ફાટતા આ આત્મઘાતી ચોરના ફુરચા ઉડી ગયા હતા.

આશ્ચર્યની વાત તો એ છે કે પોતાના જ ઘરમાં બોંબ બનાવીને ચોરી કરવા ગયેલ ચોર જો સામનો થાય તો બોંબનો ધડાકો કરીને નાસી છૂટી શકાય કે પોતાને ઉડાવી દેવાના ઇરાદાથી હાથ બનાવટનો બોંબ લઇ ચોરી કરવા ગયો હતો.

પોતાના કમ્મરે ભયાનક બોંબ વીંટીને ચોરી કરવા ગયેલ બાસ્ટાના સલીમ નામના ચોર સાથે ચોરી વેળાએ જે કાંઇ બન્યુ પરંતુ અકસ્માતે બોંબ ફુટતા તેણેજ જીવ ગુમાવ્યા હતો.

ચાંદપુરના બાસ્ટા ગામમાં ડોકટર દેવન્દ્રનુ મૃત્યુ બે વર્ષ પહેલા થયું હતું ત્યારબાદ તેનુ મકાન બંધ હતું. ગત મંગળવારે ચોર સલીમ આ મકાનમાં ઘૂસ્યો હતો પરંતુ બોંબ ફુટતા તેનુ મોત થયું હતું.મધરાત્રે જોરદાર ધડાકો થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા ચોરને હોસ્પીટલે પહોચાડયો હતો પરંતુ તેનું મૃત્યુ થયું હતું.પોલીસે ચોરના ઘેર જઇ તપાસ કરતા તેના ઘરમાંથી ૧ કીલો પોટાશ, ગંધક ત્થા બોંબ બનાવવાનો સામાન મળી આવ્યો હતો.

(11:41 am IST)