Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

રામ જન્મભૂમિમાં જમીનના ભાવ થયા બમણા...!

કોર્ટના ચૂકાદા બાદ અયોધ્યાની આજુબાજુમાં ભાવમાં ભડકોઃ વિકાસની સંભાવનાથી જમીન-ધારકોને બખ્ખા

અયોધ્યા તા. ૧૪ :.. અયોધ્યામાં રામ જન્મભૂમિ અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રોકાણકરો તથા જમીનના દલાલોએ અયોધ્યા  તરફ દોટ મુકતા જમીનના ભાવોમાં જબરદસ્ત તેજી આવી છે. અયોધ્યા આસપાસ ૧૪ થી ર૦ કીલો મીટરમાં જમીનના ભાવો ભારે ઉચકાયા છે. ૭૦૦ રૂપિયામાં વાર મળતી જમીનોના ભાવ ડબલ થઇને ૧૪૦૦ રૂપિયાએ પહોંચ્યા છે. જબરા વિકાસની સંભાવનાએ જમીન માલીકો તથા દલાલોને બખ્યા કરાવી દીધા છે.

એક તરફ દેશભર અને દુનિયાભરમાં જબરદસ્ત મંદિર જોવા મળી રહી છે ત્યારે અયોધ્યામાં સુપ્રિમ કોર્ટના ચુકાદાથી રામ જન્મભૂમિનો વિવાદ સમાપ્ત થતા અયોધ્યા આસપાસ જાણે મંદી પણ અદૃશ્ય થઇ ગઇ હોય તેવો માહોલ સજાર્યો છે.

જોરદાર વિકાસની ચર્ચા પર્યટકોનો થનારો ધસારો, હોટલ ઉદ્યોગ સહિતના ઉદ્યોગો પુરબહારમાં  વિકસશે. તેવી સંભાવનાઓને લઇને અયોધ્યા આસપાસની જમીનોના ભાવો ભારે ઉચકાયા છે. રોકણકારો, ઉદ્યોગપતિઓ તથા જમીન મકાનના દલાલોએ રિતસરની દોટ મુકતા જમીન ધારકોને જાણે કે લોટરી લાગી ગઇ છે.

છેલ્લા  ત્રણ મહિનાથી અહિયા જમીનના પુષ્કળ સોદાઓ થઇ રહ્યા છે.બિનખેતી જમીનોના ભાવો બમણા થઇ ગયા છે. ત્યારે ખેતીની જમીનોના ભાવોમાં પણ ભારે ઉછાળો આવ્યો છે.

સુપ્રિમ કોર્ટમાં સતત સુનાવણી હાથ ધરાઇ હતી અને ઝડપથી ચુકાદો આવશે તેવી સંભાવના થતાજ જમીન મકાનના સોદાઓ પુરબહારમાં ખીલ્યા હતા.

અયોધ્યામાં રામજન્મભૂમિનો મામલો પેચીદો બન્યો ત્યારથી જાણે અયોધ્યાનો વિકાસ થંભી ગયો હતો અને જમીનના ભાવો પણ વર્ષોથી સ્થિર થઇ ગયા હતા.

હવે જયારે વિવાદ ઉકેલાઇ ગયો છે અને જોરદાર વિકાસનો તખ્તો ગોઠવાયા છે. ત્યારે અહિયા ભારે તેજીનો ચમકારો થયો છે. રોકાણકારોની નજર અયોધ્યા તરફ મંડાઇ છે. ત્યારે વિકાસ અને જમીનમાં તેજી એ પણ જાણે કે દોટ મૂકી છ.ે

અયોધ્યામાં વિકાસના અવકાશ તરફ નજર કરીએ તો અયોધ્યાયમાં અગાઉ રોજ પ૦ હજાર જેટલા પ્રવાસીઓ આવતા હતા હવે સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ આ સંખ્યા વધીને એકલાખ ઉપર પહોંચી છે પરિણામે ધંધા-વેપાર પૂરબહારમાં ખીલ્યા  છ.ે

અયોધ્યામાં પ્રવાસીઓની ભીડ અને ભવિષ્યના ધસારાને અનુલક્ષીને હોટલ, ગાઇડ, પરિવહન, મનોરંજન સહિતના ધંધાની જરૂરીયાતને લઇને અહીયા વિકાસ રાજાના કુંવરની જેમ વધી રહ્યો છે.

હાલ તો અયોધ્યામાં સારી હોટલોનો અભાવ છે. પરંતુ હોટલ, મનોરંજન સહિતના ઉદ્યોગો માટે રોકાણકારો તથા ધંધાથીઓએ જાણે કે સ્પર્ધા શરૂ કરી છે. તેવો માહોલ નજરે પડી રહ્યા છે.

(11:33 am IST)