Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

સબરીમાલામાં મહિલાઓના પ્રવેશનો મામલો સુપ્રિમ કોર્ટે મોટી બેંચને મોકલ્યોઃ હાલ અગાઉનો ફેંસલો યથાવત

પાંચ જજોની બેંચે ૩:૨ની બહુમતીથી ૭ જજોની બેંચને મામલો મોકલવા નિર્ણય લીધો : ધાર્મિક સ્થળોમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ માત્ર સબરી માલા સુધી જ સિમીતી નથીઃ અન્ય ધર્મોમાં પણ આવું છેઃ કોર્ટ

નવી દિલ્હી,તા.૧૪:કરળના બહુચર્ચિત સબરીમાલા મંદિર કેસની પુનઃ અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રીમે આ કેસને ૭ જજની બંધારણીય બેંચને સોપ્યો છે. આ મુદ્દે હવે ૭ જજની ઉપલી અર્થાત્ બંધારણીય બેંચ ચુકાદો સંભાળાવશે. આ સાથે સુપ્રીમે નોંધ્યું કે આ ચુકાદો માત્ર સબરીમાલા મંદિર સુધી સીમિત નથી. જો કે હજુ સબરીમાલા મંદિરમાં મહિલાઓની એન્ટ્રી ચાલુ રહેશે. ૨૮ સપ્ટેમ્બરે આપેલા સુપ્રીમના ચુકાદામાં કોઈ સ્ટે લગાવ્યો નથી. ઉલ્લેખનીય છે કે મુસ્લિમ મહિલાઓને લઈને પણ સુનાવણી ઉપલી બેંચ જ કરશે.

૫ જજની બેઠકમાંથી ૩ જજનું માનવું છે કે આ કેસને ૭ જજની બેંચમાં મોકલી દેવામાં આવે. જસ્ટિસ નરીમન અને જસ્ટિસ ચંદ્રચૂડે તેનાથી અલગ મત આપ્યો. અંતે ૫ જજની બેંચેં ૩:૨ના નિર્ણયને ૭ જજની બેઠકને સોંપવામાં આવ્યો છે. જો કે સબરીમાલા મંદિરમાં પણ હાલમાં મહિલાઓની એન્ટ્રી ચાલુ રહેશે. જસ્ટિસ નરીમને નિર્ણય વાંચતા કહ્યું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય અંતિમ રહેશે. નિર્ણયનું પાલન કરવું કોઈ વિકલ્પ નથી. સંવૈધાનિક મૂલ્યોની પૂર્તિ કરવાનું સરકારે  સુનિશ્યિત કરવું જોઈશે. સુપ્રીમ કોર્ટે ઉપલી બેંચને સોંપ્યો નિર્ણય, ૭ જજની બેંચ કરશે નિર્ણય. માત્ર સબરીમાલા નહીં, મસ્જિદમાં પણ મહિલા પ્રવેશ મુદ્દે આપશે નિર્ણય.સબરીમાલા ચુકાદા પર નિર્ણય વાંચતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસની અસર આ મંદિર નહીં પણ મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશ, અગ્યારીમાં પારસી મહિલાઓના પ્રવેશ પર ભારે પડશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં ૫ જજની બેંચે આ નિર્ણયને ૩:૨ના આધારે નિર્ણય ઉપલી બેંચને સોંપવાનું નક્કી કર્યું છે.

આજે સુપ્રીમ કોર્ટ પુનઃવિચારણા અરજી પર ચુકાદો સંભળાવી શકે છે. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હટાવી લીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને સર્વોચ્ચ માનવામાં આવે છે. મહિલાઓને દેવીના રૂપમાં પૂજવામાં આવે છે. એવામાં મંદિરમાં મહિલાઓ પર પ્રતિબંધ સ્વીકાર્ય નથી. મહિલાઓને મંદિરમાં પ્રવેશની અનુમતી મળ્યા બાદ કેરળમાં વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ફેરવિચારણા અરજી દાખલ કરાઈ હતી.

SCના નિર્ણય પહેલાં વધારવામાં આવી સબરીમાલાની સુરક્ષા, ૧૦ હજાર જવાન તૈનાત

સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલાંથી જ સબરીમાલા મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મંદિર પરિસરની આસપાસ ૧૦ હજાર પોલિસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. સાથે જ ૧૬ નવેમ્બરથી મંડલમ મકર વિલક્કી ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. ૨ મહિના સુધી ચાલનારા આ વાર્ષિક તીર્થયાત્રાને માટે પાંચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

સબરીમાલા ચુકાદા પર નિર્ણય વાંચતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસની અસર આ મંદિર નહીં પણ મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશ, અગ્યારીમાં પારસી મહિલાઓના પ્રવેશ પર ભારે પડશે.

(3:24 pm IST)