Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

છત્તીસગઢમાં તીર, કમાન, કુહાડી સાથે ગ્રામીણોએ કર્યો નવા પોલીસ કેમ્‍પને ઘેરાવ

     છતીસગઢના નકસલ પ્રભાવિત જિલ્લા દંતેવાડામાં મંગળવારના ગામ લોકોએ તીર, કમાન, કુહાડી અને અન્‍ય તીક્ષણ હથિયારો સાથે પહોંચી નવનિર્મિત પોલીસ કેમ્‍પને ઘેરાવ કર્યો હતો.

     પોલીસએ ગ્રામીણો પર નિયંત્રણ મેળવવા માટે હવામાં ફાઇરીંગ અને અશ્રુગેસના ગોળા છોડવા પડયા હતા. એસપી અભિષેક પલ્લવએ જણાવેલ કે નકસલીઓ દ્વારા ભડકાવવા પર ગ્રામીણોએ આ વિરોધ પ્રદર્શન કર્યુ.

(12:00 am IST)