Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

નોયડામાં હોમગાર્ડ જવાનોના વેતનમાં ગોટાળો, ખોટી હાજરી બતાવી પ૦ ટકા વેતન લઇ લીધુ

     નોયડા( ઉતરપ્રદેશ) ના એસએસપી વૈભવ કૃષ્‍ણએ બતાવ્‍યું છે કે ૭ પોલીસ સ્‍ટેશન  વિસ્‍તારોમાં મે-જુન વચ્‍ચે હોમગાર્ડ જવાનોની ખોટી હાજરી બતાવી પ૦ ટકા વેતન લઇ લેવામાં આવ્‍યું અને આ મામલામાં રાજય સરકારએ ૩ સભ્‍યોની તપાસ સમિતિ બનાવી છે.

     હોમગાર્ડ વિભાગના પ્રમુખ સચિવ અનિલકુમારના જણાવ્‍યા અનુસાર જરૂરત પડવા પર અન્‍ય જિલ્લામા પણ તપાસ કરવામાં આવશે.

     એસએસપીના અનુસાર લગભગ રૂ. ૮ લાખનો આ ગોટાળો છે. તપાસ સમિતિનો રીપોર્ટ આવ્‍યા પછી કાર્યવાહી કરવામાં આવશે.

(12:00 am IST)