Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

પ્રદૂષણનું અતિ ગંભીર સ્તરે : આગામી બે દિવસ સુધી દિલ્હી-એનસીઆરનાં તમામ સ્કૂલ રહેશે બંધ

હોટ-મિક્સ પ્લાન્ટ્સ અને સ્ટોન-ક્રશર્સ પરના પ્રતિબંધને 15 નવેમ્બર સુધી વધાર્યા બાદ વધુ એક આદેશ

 

નવી દિલ્હી : દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર પ્રદૂષણનું સ્તર વધ્યું છે. વધતા પ્રદૂષણને કારણે, દિલ્હી-એનસીઆરની શાળાઓને આગામી બે દિવસ એટલે કે 14 અને 15 નવેમ્બર સુધી રજા આપવામાં આવી છે.

પર્યાવરણ પ્રદૂષણ (નિવારણ અને નિયંત્રણ) ઓથોરિટીએ દિલ્હી-એનસીઆરમાં હોટ-મિક્સ પ્લાન્ટ્સ અને સ્ટોન-ક્રશર્સ પરના પ્રતિબંધને 15 નવેમ્બર સુધી વધાર્યો હતો. અગાઉ 4 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે આગળના આદેશો સુધી વિસ્તારમાં બાંધકામના કામ પર પ્રતિબંધ મૂક્યો હતો.

નોઇડા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે પણ શાળા બંધ રાખવાનો આદેશ જારી કર્યો હતો. ડીએમના કાર્યાલયના હુકમમાં હવાની ગુણવત્તા ખૂબ નબળી હોવાનું જણાવી વર્ગ -12 સુધીની તમામ સરકારી અને બિન-સરકારી શાળાઓને 14-15 નવેમ્બરના રોજ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

(11:03 pm IST)