Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

" ગુજરાતનું ગૌરવ " : શ્રી રાજેન્દ્ર (રાજ ) શાહને અમેરિકન સોસાયટી ઓફ હેલ્થકેર એન્જીનીઅરીંગ દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો " ક્રિસ્ટલ ઇગલ એવોર્ડ " એનાયત

દિપ્તીબેન જાની દ્વારા : ન્યુજર્સી

ક્રિસ્ટલ એવોર્ડ વિજેતા શ્રી રાજેન્દ્ર (રાજ ) શાહ મૂળ ગુજરાતના માતર ગામના વતની છે.તેમણે 1982 ની સાલમાં એસ.પી.યુનિવર્સીટી વિદ્યાનગરમાંથી મિકેનિકલ એન્જીનીઅરીંગની ડિગ્રી પ્રાપ્ત કરેલી છે.તથા અમેરિકામાં વધુ અભ્યાસ માટે  આવી ન્યુયોર્ક કોલેજ પેન્સિલવેનિયામાંથી માસ્ટર ડિગ્રી મેળવેલી છે.તેઓ ન્યુજર્સી પેન્સિલવેનિયા તથા વિસ્કોસીન રાજ્યમાં પ્રોફેશનલ એન્જીનીઅર તરીકેનું અધિકૃત લાયસન્સ ધરાવે છે.

શ્રી રાજેન્દ્રભાઇ હોસ્પિટલ મેન્ટેનન્સ ,ડિઝાઇન ,કન્સ્ટ્રક્શન ,પાવર પ્લાન્ટ ,સિક્યુરિટી તેમજ એન્વાયરમેન્ટલ ક્ષેત્રમાં ઊંડા અભ્યાસ તથા સંશોધન ક્ષેત્રે વિશાળ અનુભવ ધરાવે છે.તેમના મળતાવડા અને નિખાલસ સ્વભાવને કારણે તેઓ પોતાના ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે.

તેમની એન્જીનીઅરીંગ ક્ષેત્રે પ્રત્યક્ષ તેમજ પરોક્ષ સિધ્ધીઓને ધ્યાને લઇ અમેરિકન સોસાયટી ઓફ હેલ્થકેર એન્જીનીઅરીંગ દ્વારા તેઓને નેશનલ લેવલનો  ક્રિસ્ટલ ઇગલ એવોર્ડ આપી નવાજવામાં આવેલ છે.ઉપરાંત ન્યુજર્સી પ્રોફેશનલ એન્જીનીયર્સ એશોશિએશન દ્વારા લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયેલ છે.તેઓ ટ્રિસ્ટેટ રીજીઅનનો ઇમર્જિંગ લીડર એવોર્ડ તથા ન્યુજર્સી ફેસિલિટીઝ એન્જીનીઅર ઓફ ધ ઇઅર એવોર્ડ વિજેતા પણ છે.

તેઓ ખડાયતા સમાજમાં સક્રિય સેવા આપે છે.હાલમાં શ્રી રાજેન્દ્રભાઇ મોન્ટકાર્લા  સ્ટેટ યુનિવર્સીટીમાં ડિરેક્ટર ઓફ મિકેનિકલ સર્વિસ ડિપાર્ટમેન્ટમાં સેવાઓ આપી રહ્યા છે.તેવું શ્રી શશીકાંત પરીખની યાદી જણાવે છે.

(8:37 am IST)