Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

CBDT ચેરમેન સુશીલ ચંદ્રાએ ગણાવ્યા નોટબંધીના ફાયદા :સાડા ચાર વર્ષમાં 2.57 કરોડ કરદાતા વધ્યા

નોટાબંધીને કારણે મોટાપાયે રોકડમાં ટેક્સ જમા કરાવાયો

નવી દિલ્હી : નોટબંધીનાં બે વર્ષ પુર્ણ થવા પ્રસંગે  નોટબંધી પર થઇ રહેલી ચર્ચા વચ્ચે CBDT ચેરમેન સુશીલ ચંદ્રાએ નોટબંધીનો ફાયદો ગણાવતા કહ્યું કે, ગત્ત સાડા ચાર વર્ષમાં દેશમાં કરદાતાઓની સંખ્યા વધી છે. ખાસ કરીને નોટબંધી બાદ તેમાં ઉલ્લેખનીય વધારો થયો છે. બીજી તરફ વિપક્ષ આ મુદ્દે સરકારની દલિલોને ફગાવી રહ્યું છે.

   CBDTનાં ચેરમેને કહ્યું કે, જ્યારે 2014માં એનડીએ સરકાર સત્તામાં આવી હતી, ત્યારે દેશમાં 3.45 કરોડ ટેક્સ દેનારા હતા. આ વર્ષ સુધીમાં ટેક્સ આપનારાઓની સંખ્યા વધીને 6.02 કરોડ થઇ ગઇ છે. નોટબંધી બાદ કરદાતાઓની સંખ્યામાં બમણો વધારો થયો છે. અમે તે લોકોની ઓળખ કરવામાં સરળતા થઇ ચુકી છે, કારણ કે અનેક લોકો એવા હતા જે ટેક્સ જમા નહોતા કરાવી રહ્યા, પરંતુ નોટબંધીના સમયે મોટા પ્રમાણમાં રોકડ જમા કરાવી હતી.

(10:31 pm IST)